________________
બીજો ભાગ
૨૭૯ ધર્મક્રિયા કરે છે, તે મેહને મારવાને માટે જ અથવા તે મેહને મારવાની તાકાત આત્મામાં પ્રગટે–એ માટે જ કરે છે ને? કે પછી, એમાં ય સંસારના સુખને રસ જ કામ કરી રહ્યો છે? નિદાન બધિને ય દુર્લભ બનાવે છે:
“મને મારા તપ અને ત્યાગ આદિ દ્વારા દેવેન્દ્રની કે નરેન્દ્રાદિની ત્રાદ્ધિ આદિ મળો–આવા પ્રકારની ઈચ્છા પ્રગટે અને એમાં લીનતા આવે, એ પણ આર્તધ્યાન છે. એવા ધ્યાનના ચેગે, તપના ને ત્યાગાદિના સાચા ફલને હારી જવાય છે. સંભૂત મુનિનો પ્રસંગ તે તમે કદાચ સાંભળ્યો હશે. શ્રી ચિત્ર મુનિ અને સંભૂત મુનિ–એ બન્ને ય મહા ત્યાગી અને મહા તપસ્વી મુનિવરે હતા. એક પ્રસંગે, ચકવતિના સ્ત્રીરત્નને કેશસ્પર્શ થવા માત્રથી, સંભૂત મુનિ ચલચિત્ત બની ગયા. કામરાગને અતિ આધીન બની ગયેલા તેમણે, નિયાણું કર્યું કે મારા આ દુષ્કર તપનું ફલ હોય, તે મને ભવાન્તરમાં આવા સ્ત્રીરત્નનું પતિપણું મળે !” શ્રી ચિત્ર મુનિએ એમને ઘણું સમજાવ્યા, પણ સંભૂત મુનિની વિષયેચ્છા એટલી બધી જોરદાર બની ગઈ હતી કે-એમણે શ્રી ચિત્ર મુનિની સમજાવટને ગણકારી નહિ. એ સંભૂત મુનિ, ત્રીજા ભવે, બ્રહ્મદત્ત નામે ચકવતી થયા. એ વખતે, પિલા શ્રી ચિત્ર મુનિ, કે જે ત્રીજા ભવે અવધિજ્ઞાનને પામી, વૈરાગ્યવાસિત અન્તઃકરણવાળા બની, મુનિ બન્યા હતા, તેમને બ્રહ્મદત્તને રોગ થયે. એ મુનિવર પ્રત્યે બ્રહ્મદત્તને ઘણે રાગ થયે, કારણ કે–પૂર્વભવને સંબંધ હતું, પણ એ મુનિવરને ઉપ