________________
२७२
ચાર ગતિનાં કારણે પડે નહિ-એવા પ્રકારનું મિશ્રણ હોય, તે ખબર શી રીતિએ પડે? અને, શ્રી અભયકુમાર તે, આ ત્રણ બાઈ એ પરમ ધર્માત્મા જ છે–એવા વિશ્વાસમાં છે.
શ્રી અભયકુમારને આ રીતિએ મદિરાપાન કરાવી દીધું, એટલે શ્રી અભયકુમાર તરત જ ગાઢ નિદ્રાને આધીન બની ગયા. આણે તે, અગાઉથી ગોઠવણ કરાવી રાખી જ હતી. સ્થાને સ્થાને રાજા ચડપ્રદ્યોતના રથ તૈયાર રખાયા હતા, કે જેથી, વધુમાં વધુ ત્વરાથી શ્રી અભયકુમારને એવી ને એવી બેભાન હાલતમાં, ઉજજયિની નગરી ભેગા કરી શકાય.
શ્રી અભયકુમારને પેલી વેશ્યા આબાદ ઉઠાવી ગઈ. રાજા ચડપ્રદ્યોતે વેશ્યાને પૂછયું કે તું આને કેવી રીતિએ ઉપાડી લાવી શકી?” ત્યારે વેશ્યાએ પોતે જે યુક્તિ અજમાવી હતી, તે કહી બતાવી.
રાજા ચણ્ડપ્રદ્યોતને શ્રી અભયકુમારને પકડી મંગાવવાની તીવ્ર ઈચ્છા હતી, તે છતાં પણ તેને વેશ્યાએ જે પ્રકાર અજમાવ્યું તે ગમ્યું નહિ. એણે કહ્યું કે “આને તું આવી રીતિએ ધમકપટ કરીને પકડી લાવી, તે ઠીક કર્યું નહિ. શ્રદ્ધાવાળે આ રીતિએ છેતરાય, તેમાં તે કાંઈ જ નવાઈ પામવા જેવું નથી.”
આપણે આ પ્રસંગને આટલે સુધી જ જે હતે. વેશ્યાની ગઢચિત્તતાને તમને ખ્યાલ આવી ગયો ને ? ગૂઢચિત્તતા કેવી હોય, એ તમને સમજાઈ ગયું ને?
વિચાર તે એ કરવા જેવું છે કે-જેઓ સ્વભાવે ગૂઢ ચિત્તવાળા છે, તેઓનું જીવન દશ્નપૂર્ણ હોય છે અને એથી તે પાપપૂર્ણ પણ હોય છે.