________________
૨૭૦
ચાર ગતિનાં કારણે એમ એ કહે છે !
આ વચનના ગે, ધર્મશ્રદ્ધાળુ એવા શ્રી અભયકુમાર ઉપર કેવી છાપ પડે? શ્રી અભયકુમાર, તેણીની ધર્મનિષ્ઠાને જાણીને વિશેષ ખૂશ થાય છે. તે ફરીથી કહે છે કે “આજે તમારે ઉપવાસ છે તે ભલે, પણ આવતી કાલે સવારે તમારે મારે આંગણે અવશ્ય આવવાનું !”
તેના જવાબમાં, શ્રાવિકા બનેલી વેશ્યા કહે છે કેઆવતી કાલે સવારે હું આમ કરીશ-એવું કઈ પણ ડાહ્યો માણસ કેમ બોલી શકે ? કેમ કે-પ્રાણુ ક્ષણ માત્રમાં પણ મરણને શરણ થઈ જાય છે !”
છે કાંઈ કહેવા જેવું? જ્ઞાનનું અને વૈરાગ્યનું કેવું પ્રદર્શન કરે છે? કેવી ભારે ગઢચિત્તતા છે? શ્રી અભયકુમારને આંજી નાખે એવી આ વાત છે ને? એક ખરાબ આશ યને પાર પાડવાને માટે, માણસ કેટલે બધે સાવધ બનીને વર્યા કરે છે? જો આટલી સાવધગીરી રાખીને, મોક્ષના આશયને પાર પાડવાને પ્રયત્ન થાય, તે કમીના શી રહે? વેશ્યા જે સાવધગીરી રાખી રહી છે, તે સાવધગીરી જે મોક્ષના આશયથી હેય, તે પરમ તારક નીવડે એવી એ સાવધગીરી છે; પણ, વેશ્યાને આશય ઘણે ખરાબ છે અને એથી એની આટલી સારી ક્રિયા પણ, એને માટે એકાતે ડૂબાવનારી જ છે. - શ્રી અભયકુમારે વિચાર કર્યો કે-આમને આવતી કાલે ફરીથી નિમંત્રણ કરીશ.” એ વિચાર કરીને, તે વેશ્યા આદિ ત્રણેય બાઈઓને, શ્રી અભયકુમારે વિદાય આપી અને પિત, ચૈત્યમાં દર્શન-વન્દનાદિ કરીને પોતાના ઘરે ગયા.
બીજે દિવસે સવારે શ્રી અભયકુમારે એ ત્રણેયને નિમ