________________
ખીજો ભાગ
૨૬૯
અતિથિ થાઓ! તીથ તે પાવનકારી છે જ, પણ સતીર્થાંનુ એટલે સમાનધમી આત્માઓનુ' જે આતિથ્ય, તે તેા તીથ થી પણ અધિક પાવનકારી છે!”
શ્રી અભયકુમારની આ વાત પણ તદૂદ્દન સાચી છે. સમાનધમી આત્માઓના સાચા આતિથ્યમાં,ધર્મ અને ધી –એ ઉભયના સત્કાર છે. ધર્મ પ્રત્યેના આદર વિના, સમાનધમી આત્માએ પ્રત્યે આદર થાય નહિ; એટલે, સમાનધમી આત્માઓના આદરમાં ધર્મના આદર તેા બેઠેલે જ છે. આજે સમાનધર્મી ગણાતા આત્માઓને અગે ઘણી મુશ્કેલ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ જવા પામી છે. ધર્મના નામે માગવુ’-એ ગૃહસ્થને માટે હીણામાં હીણુ' કાર્યાં છે અને પેાતાનેા સમાનધર્મી રીબાય છે એવું જાણ્યા પછીથી હૈયુ' હાલી ઉઠે નહિ, તે સુખી માણસેામાં સાચા ધર્મોદરની ખામી છે, એમે ય કહેવું પડે; પણ આજે આ બન્નેય પ્રકારની વિષમતાઓને સાક્ષાત્કાર થાય છે. ધર્મના આદરની ખામી બન્નેય બાજુએ છે અને એથી જ આજે આ નિમિત્તે પણ જૈનોની વગેાવણી થઈ રહી છે.
શ્રી અભયકુમારે જ્યારે આ રીતિએ અતિથિ બનવાનુ કહ્યું, ત્યારે પેલી વેશ્યા, એક પરમ શ્રાવિકાના જ જાણે કે સાક્ષાત્કાર કરાવતી હોય તેમ, કહે છે કે- આપે જે કહ્યું તે ખરાખર છે, પરન્તુ આજે મેં તીર્થાપવાસ કરેલા છે, એટલે હું કેવી રીતિએ તમારી અતિથિ ખની શકું ?
""
તીથૅ પવાસ એટલે સમજ્યા ને ? જે દિવસે નૂતન તીનુ પ્રથમ દર્શન થાય, તે દિવસે ઉપવાસ. આજ આ તીનુ મને પ્રથમ દર્શન થયુ છે, માટે આજે મારે ઉપવાસ છે,