________________
૨૮
ચાર ગતિનાં કારણા
તીર્થં યાત્રા આનુષગિક છે. આ વિચાર, સંયમને પામેલાએ સચમને ટકાવવાને માટે કરવાના છે. ગૃહસ્થાને માટે તીયાત્રા મુખ્ય છે, કેમ કે-ગૃહસ્થાને સયમ પામવેા છે. તમારે સયમ પામવા છે ને ? અહીં આવીને ચામાસા માટે વસ્યા છે, તે ભગવાને કહેલા સંયમ વહેલા મળે, એ માટે ને ? વર્ષે વર્ષે તી યાત્રા કરે છે, તે પણ સયમને પામવાને માટે ને ? એટલે, તીર્થયાત્રા કરીને તમે જ્યારે પાછા જાવ, ત્યારે તમને એટલું તેા લાગી આવે ને કે—આટલી વાર આવ્યા, પણ હજી મારા મનોરથ ફ્રેન્ચે નહિ! માણસ મહેનત ઉપર મહેનત કર્યે રાખે અને તેનુ ધાયું" ફળ ના મળે, તેા એના હૈયામાં કાંઈ થાય ખરૂ? ‘મારી મહેનતમાં કયાં ભૂલ થાય છે અને શી ભૂલ થાય છે, કે જેથી મને મારી મહેનતનું ભગવાને કહ્યા મુજખનું ને મારા ધાર્યા મુજખનુ ફળ મળતું નથી ?’-આવા વિચાર તેા આવે ને? તમે, કદી પણ, યાત્રા કરીને પાછા ફરતી વેળાએ, આવેા વિચાર કર્યા છે ?
સ૦ એ ખ્યાલ હાય ! ને ?
હવે તે ખ્યાલ આવ્યો ને ? હવે તેા યાત્રા કરતાં, કયારે મને સચમના લાભ થાય, એમ થશે ને ?
વૈશ્યાએ, શ્રાવિકા તરીકે કહેલી વાતને સાંભળીને, શ્રી અભયકુમાર ખૂબ ખૂશ થઈ ગયા. ‘મારા મહદ્ ભાગ્યે મને આવા મહા અતિથિના યાગ મળ્યે’–એવું શ્રી અભયકુમારને થઈ ગયું. શ્રી અભયકુમારને આવું થયું, કેમ કે–એમના હૈયે ધમ વસેલા હતા અને તે એવા પ્રકારે વસેલા હતા કે- ધર્મ એ જ સÖસ્વ છે અને એ સિવાયનું સઘળું ય તુચ્છ છે.’ આથી, શ્રી અભયકુમાર કહે છે કે—“આજે તમે અમારા