________________
२१४
ચાર ગતિના કારણે ને? જે કાંઈ ધર્માનુષ્ઠાને ભગવાને કહ્યાં છે, તે એટલા જ માટે ને કે-એને સેવીને આત્મા પરિણામે મુક્તિને પામે ? આટલું જાણવા છતાં પણ, જે એ અનુષ્ઠાનેને સંસારસુખના હેતુથી આપણે આચરીએ, તે એમાં ભગવાનના આશયને આપણે દ્રોહ કરીએ છીએ, એમ તમને લાગે છે? પછી, ધર્મક્રિયાનું ફળ મળશે–એમ માને છે, તે આ દ્રહનું ફલ પણ મળશે–એમ માને છે કે નહિ? આ વાતને વિચાર કરી જેજે !
હવે, ઉત્કટ પ્રજ્ઞાવાળી અને બહુકૃત બનેલી તે વેશ્યા આદિ ત્રણેય સ્ત્રીઓએ, પિતાનું ધારેલું કામ આરંભી દીધું. તેઓ ત્રણેય, જગતને છેતરવાને માટે સાક્ષાત્ માયાની મૂર્તિઓ હોય–એવી બનીને, પિતાની ઉજજયિની નગરીથી નીકળીને, શ્રી શ્રેણિકના રાજગૃહ નગરે આવી.
રાજગૃહ નગરે આવીને, તે વેશ્યાએ નગર બહારના ઉદ્યાનમાં પિતાને વાસ કર્યો. ત્યાર બાદ, ચૈત્યપરિપાટી કરવાની કિયાની ઈચ્છાથી, તેણીએ રાજગૃહ નગરમાં પ્રવેશ કર્યો. સાથે પેલી બે યૌવનાઓ પણ છે.
નગરમાં રાજાએ કરાવેલ જે શ્રી જિનમન્દિર હતું, તે મદિરે એ ત્રણેય ગઈ. ખાલી હાથે નથી ગઈપણ અતિશયવાળી વિભૂતિઓ સહિત ગઈ છે. શ્રી જિનમંદિરમાં પિસતાં નિસિહના વિધિને પણ એ ચૂકી નથી. આ તે પરમ શ્રાવિકા એને પાઠ ભજવવાને નીકળી છે અને બરાબર તૈયાર થઈને નીકળી છે, એટલે ખામી શાની આવવા દે? પહેલાં તે, એ ત્રણેએ, દર્શન અને પૂજન કરીને, પછી ભગવાનની મનહર અંગરચના કરી અને તે પછી ત્રીજી વારની નિસિહી કહીને