________________
=
==
૨૬૨
ચાર ગતિનાં કારણે એને ઘણું દ્રવ્ય પણ આપે છે.
હવે એ વેશ્યા શું કરે છે, તે જોવાનું છે. ધર્મ છઘ કરવું છે, તે એમ ને એમ થાય એ માટે, ધર્મના વિચારોથી પણ ખૂબ જ સુપરિચિત બની જવું જોઈએ અને ધર્મના આચારથી પણ ખૂબ જ સુપરિચિત બની જવું જોઈએ. એ માટે વેશ્યાએ સાથ્વીને ઉપયોગ કર્યો. એક સાધ્વીની રોજ ને જ પૂબ ખૂબ ઉપાસના કરવા માંડી. પેલી બે યુવતીઓ પણ સાથે જ છે. એ બેએ તે, જે આ કહે તેમ કરવાનું છે. ત્રણેએ એ સાધ્વીની ઉપાસના કરવી અને અધ્યયન કરવું, એ જ એક કામ કરવા માંડ્યું. થડા વખતમાં તે, એ ત્રણેય સ્ત્રીઓ, ઉત્કટ પ્રજ્ઞાવાળી બહુશ્રુત બની ગઈ
અર્થિપણું શું કામ કરે છે, તે જુઓ! કુળના સંસ્કારો નથી ને વય પણ અભ્યાસની ગણાય તેવી નથી, છતાં પણ બહુશ્રુત બની જાય છે. શ્રુતનું અધ્યયન, મતિજ્ઞાનને પણ ઘણે વિકાસ સાધી આપે છે. જ્ઞાન થાય છે ને સાથે મતિ પણ તેજ બને છે. સમજપૂર્વક અને કાળજીપૂર્વક શ્રતને અભ્યાસ કરવામાં આવે, તે ભણનારા, મહા બુડથલમાંથી મહા બુદ્ધિશાળી બની જાય; પણ જે ભણે તેના ઊંડાણમાં જવાની તૈયારી જ ન હોય, ત્યાં શું થાય? આ ત્રણ તે, દરેક વાત એવી રીતિએ જાણવા અને આચરવા માગતી હતી કેક્યાંય કશી પણ ભૂલ થવા પામે નહિ.
સ. પણ એમને આશય તે ખરાબ જ ને?
આશય ખરાબ હોવા છતાં પણ જો આટલી કાળજી રહી શકે અને એથી આટલી બધી હુશીયારી મેળવી શકાય, તે જેમને મોક્ષને આશય છે, તેના તરફથી તે વધારે