________________
બીજો ભાગ
સમા, પીવાથી કમ ,
૨૬૧ તેમને ધર્મભાવ પણ જાણીતું હતું ને? તમે ગમે તેટલા હુંશીયાર હો, પણ ધર્મના નામે તે તમે છેતરાયા વિના રહે જ નહિ. આવું કઈ તમારી ધર્મશીલતાને અંગે માની લે ખરૂં? આ માટે ગુણ છે. આ વાતથી, શ્રી અભયકુમારના હૈયામાં ધર્મ પ્રત્યે કે આદર હશે, તેની સુન્દર કલ્પના આવી શકે તેમ છે. શ્રી અભયકુમારના હૈયામાં ધર્મ પ્રત્યે કે આદર હત–એની કલ્પના કરીને પણ કરવાનું શું? માત્ર એમને હાથ જોડવાના ? એ બહુ સારા ધર્મશીલ હતા –એવાં એમનાં વખાણ કરવાનાં? ના, એથી પણ આગળ કરવાનું ! “ધર્મ પ્રત્યેને એ આદર મારામાં ક્યારે પ્રગટે – એવી ભાવના ભાવવાની; અને, એ ભાવના સફલ બને એ માટે, શક્ય એટલે પ્રયત્ન પણ કરવા માંડવાને ! આવી ભાવના આવે તે જ, એમને હાથ જોડવાને અને એમનાં વખાણ કરવાને સાચો-ઉલ્લાસવાળો ભાવ હૈયામાં પ્રગટે!
પિલી વેશ્યાએ શ્રી અભયકુમારને બાંધી લાવવાની તૈયારી બતાવી, એટલે રાજા ચડપ્રદ્યોતે તેણુને કહ્યું કે “જે તું આ કામ કરવાનું માથે લેતી હે, તે એ કામ માટે તારે જે કાંઈ પણ પૈસા વગેરેની સહાય જોઈએ, તે સહાય કરવાને હું તૈયાર છું. બોલ, તારે શી શી સહાય જોઈએ છે?”
તે વખતે, એ વેશ્યાએ કહ્યું કે-“મારે બે નવયુવાન સ્ત્રીઓ જોઈએ.’
રાજા ચણ્ડપ્રદ્યોતને ખબર નથી કે–“આ વેશ્યા ધર્મ છ% કરવા માગે છે.” “આ વેશ્યા શે ઉપાય જશે”—તેની, રાજા ચપ્રદ્યોતનને કશી કલ્પના ય નથી એ તે, એણે માગ્યા મુજબ એને બે નવયુવાન સ્ત્રીઓ સુપ્રત કરે છે અને તે સાથે