________________
બાજો ભાગ
૨૫૯
પૂર્ણ શ્રાવિકાઓના દેખાવ કર્યાં હતા કે-ખરેખરી એવી શ્રાવિકાઓ તા મહા દુર્લભ ગણાય; અને એ વિના, શ્રી અભચકુમાર જેવા છેતરાય, એ પણ બનવાજોગ થાડું જ હતું ?
અનેલુ એવુ કે-તે કાળમાં ઉજ્જયિની નામની નગરીમાં ચણ્ડપ્રદ્યોત નામનેા બહુ પ્રતાપી રાજા હતા. એ રાજાની આજ્ઞામાં, અનેક રાજાએ પણ હતા. એને મહારાજા શ્રી શ્રેણિકને કબજે લઈને, શ્રી શ્રેણિકના રાજશાસનને પણ પેાતાના કાબૂમાં લાવવાની ઇચ્છા થઈ.
શ્રી શ્રેણિકને હરાવવા, એ કાઈ સામાન્ય કામ નહાતું; એટલે, રાજા ચણ્ડપ્રદ્યોતે પેાતાના આજ્ઞાવતી ચૌદ રાજાઓને પણ પેાતાની સાથે લીધા અને પેાતાની પાસે યુદ્ધની જે કાંઈ સામગ્રી હતી, તે સઘળીચ સામગ્રીને પણ સાથે લીધી. એ બધાને સાથે લઈને, તે, શ્રી શ્રેણિકના રાજગૃહ નગર તરફ આવવાને માટે નીકળ્યેા.
ચણ્ડપ્રદ્યોતને પૂરેપૂરી ખાત્રી હતી કે-મારા આ બળની સામે શ્રેણિક ટકી શકશે નહિ, પણ શ્રી શ્રેણિક એવા પુણ્યવાન હતા કે-એમની પાસે શ્રી અભયકુમાર હતા. શ્રી અભયકુમાર શ્રી શ્રેણિકના પુત્ર હાવા ઉપરાંત, શ્રી શ્રેણિકના મુખ્ય મત્રી પણ હતા, કેમ કે–શ્રી અભયકુમાર ઔત્પાતિકી આદિ જે ચાર પ્રકારની બુદ્ધિ, તેના ભંડાર રૂપ હતા.
બન્યું પણ એવું જ કે-ચણ્ડપ્રદ્યોતને યુદ્ધને માટે આવેલા જાણીને, શ્રી અભયકુમારે પોતાના બુદ્ધિબળથી એવી યુક્તિ ચેાજી કેયુદ્ધ તા થયું જ નહિ અને ચણ્ડપ્રદ્યોત જીવ લઈને પેાતાની નગરી તરફ ભાગી ગયેા. તેની પાછળ, ખીજા ચૌદ રાજા પણ ભાગી ગયા. એ બધા એવી રીતિએ ભાગ્યા કે–મરણે જ