________________
૨૫૬
ચાર ગતિનાં કારણે ચાર દહાડા નહિ, બે-ચાર મહિના ય નહિ, બે-ચાર વર્ષે ય નહિ, પણ બાર-બાર વર્ષે કાઢી નાખ્યાં પણ કઈ જાણી શક્યું નહિ કે-એના હૈયામાં શું છે? હૈયું દોષમય, છતાં દેષ એક દેખાવા દે નહિ અને જે સ્થિતિને નિભાવવાને નિર્ણય કરી લીધે, તે સ્થિતિને નિભાવવાને માટે જરૂરી સઘળું ય કરે. એ બધું ન છૂટકે જ કરે, પણ તે એવી રીતિએ કરે કેહૈયાના સાચા ભાવથી કરનારાઓ પણ, એને જોઈને દાંતમાં આંગળાં ઘાલી જાય. દેખાડે સલતા ને ક્યારે પાપ :
આવા એટલે ગૂઢ ચિત્તવાળા માણસને જરૂર લાગે તપ કરતાં પણ આવડે અને ત્યાગ કરતાં પણ આવડે. રેઈ પડવા જેવું છે એમ લાગે, તે ખોટું રેતાં પણ આવડે અને જુદું
લવું જરૂરી છે એમ લાગે, તે જુઠું બોલતાં પણ આવડે. એ અવસર હોય, તે “મિચ્છા મિ દુક્કડ પણ જુઠું બેલીને દે. બીજાઓને એમ લાગે કે-“આ કેવી સરલતાથી પિતાના પાપને કબૂલ કરે છે? કેટલી પાપભીરતા છે કે–આટલી નિખા લસ રીતિએ પ્રાયશ્ચિત્ત લે છે?’ જ્યારે એનું હૈયું પાપથી ભરેલું હોય. આવા ગૂઢ ચિત્તવાળાઓ તિર્યંચગતિમાં જાય, તેમાં નવાઈ જેવું શું છે? એવા આત્માઓના પરિણામે કેટલા બધા પાપમય હોય? ગંભીરતા એ જુદી ચીજ છે :
માણસને ગૂઢચિત્તતાની જરૂર ક્યારે પડે ? પિતાના ચિત્તમાં જે ભાવે છે, તે ભાવને છૂપાવવાની જરૂર ક્યારે પડે? સારો ભાવ હોય, દયાભાવ હોય અથવા તે અસાધારણ ખરાબ