________________
C
-
૨૪૮
ચાર ગતિનાં કારણો
ક્યા કર્મના પ્રતાપે હું કેદ્ર આદિ ગેનું ભાજન બની જવા પામી છું?”
એ વખતે, કેવલી બનેલાં તે સાધ્વીએ, તે રજજા નામની આર્યાને સમજાવ્યું કે–તે અમુક પ્રકારને આહાર આકઠ કર્યો. વળી, તે એક શ્રાવકના છોકરાનું મેં ટું, કે જે લીટ અને લાળથી ખરડાએલું હતું, તેને મેહના વશથી સચિત્ત પાણી વડે ધોયું. તારા એ કર્મને શાસનદેવી સહન કરી શકી નહિ. બીજાઓ આવી ભૂલ કરે નહિ, એ માટે તેણે તારા તે કર્મનું ફલ તને દર્શાવ્યું. એટલે, તારા શરીરમાં કઈ પ્રાસુક જલના પાનથી કેઈ દેષ ઉત્પન્ન થવા પામ્યું નથી.
કેવલી બનેલાં સાધ્વીજીએ આ પ્રમાણે ખૂલાસ કર્યો, એટલે રજજા સાધ્વીએ ફરીથી પૂછયું કે-“હે ભગવન્! જે હું યક્ત પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરૂં, તે મારું આ શરીર સાજું થાય ખરું ?'
કેવલીએ કહ્યું કે જો તને કેઈ પણ પ્રાયશ્ચિત્ત આપે, તે તારું શરીર સાજું થાય.”
રજા સાધ્વી કહે છે કે “તે આપ જ મને પ્રાયશ્ચિત્ત આપે. આપના જે મહાનુભાવ આત્મા અન્ય કોણ છે?”
એટલે, કેવલીએ કહ્યું કે “તું તારા બાહ્ય રોગના નિવારણની ઈચ્છાને કરે છે, પણ તારા આત્મામાં જે ભાવરેગ પ્રસરવા પામ્યું છે, તે ક્યાં જશે? જે કે હું તને પ્રાયશ્ચિત્ત તે આપું છું, પરંતુ વાસ્તવિક રીતિએ તે એવું કઈ પ્રાયશ્ચિત્ત જ નથી, કે જેનાથી તારી શુદ્ધિ થાય; કારણ કે તે સાધ્વીસમુદાયને એવું કહ્યું કે-“પ્રાસુક જલના પાનથી મારૂં શરીર વિનષ્ટ થઈ ગયું છે.” અને તારા એ મહા પાપમય