________________
૨૪૬
ચાર ગતિનાં કારણે પણ તેણને એમ લાગ્યું કે-પ્રાસુક જલને પીવાથી જ, મારા શરીરમાં આવે રેગ ઉત્પન્ન થઈ જવા પામ્યો છે.
તેણીના શરીરને આવું રોગગ્રસ્ત બની ગયેલું જેઈને, તેણની સાથેની સાધ્વીઓએ, તેને સ્વાભાવિક રીતિએ જ પૂછયું કે-“આ શું થયું?”
એટલે, તેણીએ પિતાના હૈયામાં જે વાત હતી. તે એ સાધ્વીઓને કહી. તેણીને, તેણીના રેગનું કારણ પિતાના પૂર્વકૃત પાપકર્મને ઉદય નહિ લાગતાં, મિથ્યાત્વના ઉદય ભેગે, રેગના કારણ તરીકે પ્રાસુક જલનું પાન લાગ્યું હતું! એટલે, અન્ય સાધ્વીઓને તેણુએ કહ્યું કે-આપણે જે પ્રાસુક જલનું પાન કરીએ છીએ, તેનાથી મારું શરીર આ રીતિએ વિનષ્ટ થઈ જવા પામ્યું છે!”
રજા આર્યાએ આવી વાત કહી, એથી સર્વ સાધ્વીએનાં હૈયાં સંક્ષુબ્ધ બની ગયાં. જેની સારા તરીકેની છાપ હોય, તેને સાચા કે ખોટા પણ વચનની અસર ઘણી થાય. માણસ જેમ મોટો હોય, તેમ તેણે વચનને ઉચ્ચારવામાં વધારે કાળજી રાખવી જોઈએ. -
રજજા સાધ્વીએ કહેલી એ વાતને સાંભળીને, બધી સાધ્વીઓએ, પ્રાસુક જલને ત્યાગ કરવાનો નિર્ણય કરી લીધા. થયે કે આ સન્માગને નાશ?
આ રીતિએ સર્વ સાધ્વીઓનાં હદ સુબ્ધ બની ગયાં અને તેમણે પ્રાસુક જલના ત્યાગને નિર્ણય કરી લીધે, પણ તેમાં એક સાધ્વી એવાં હતાં, કે જેમને રજજા સાથ્વીની વાતે એવી અસર કરી નહિ.
તે સાધ્વીજીએ તે, એ જ વિચાર કરવા માંડ્યો કે