________________
બીજો ભાગ
૨૪૫
જમે એવું કરવું તે સારું ખરું કે નહિ?” તે આપણે શું કહીએ? “એ સારૂં”-એમ તે ન જ કહીએ ને? જે માણસ પાપ કરવા છતાં પણ, એ પાપ કરવા જેવાં છે–એમ માને નહિ તથા એમ કહે નહિ અને સારાં કામે નહિ કરવા છતાં પણ, એ કામ કરવા લાયક નથી-એમ પણ માને નહિ તથા કહે નહિ, એ માણસ ઘણાં પાપોથી બચી શકે છે. એવા માણસના હૈયામાં, પાપના તીવ્ર પરિણામે પ્રગટી શકતા જ નથી. જૈન કુળમાં જન્મેલાઓનાં તરફથી, ઓછામાં ઓછી આટલી આશા તે રાખી શકાય ને? અને, જૈન કુળમાં જન્મલાઓ તરફથી આટલી આશા રાખીએ, તે તેમાં નિરાશ નીવડીએ નહિ ને? જેઓ થોડી-ઘણી પણ ધર્મક્રિયાઓને આચરે છે અને દેવ-ગુરૂના પરિચયમાં આવે છે, તેઓને માટે તે આ બાબતમાં નિરાશ ન જ થવું પડે ને ? રજા સાધ્વી :
તમે રજા નામની સાધ્વીની વાત સાંભળી છે? બેટું વચન બોલવા માત્રથી પણ કેવી રીતિએ માર્ગનાશ થાય છે–એ વાતને સમજવાને માટે પણ, રજજા નામની સાવીને પ્રસંગ ઉપયોગી નીવડે એવે છે.
રજા નામની તે આર્યા, સંયમની ક્રિયાઓને સેવવા ઉપરાન્ત, એટલી બધી ઉત્કટ તપશ્ચર્યાદિ કરતી હતી, કે જેથી એ સાધ્વીઓના સમુદાયમાં તેની “દુષ્કરકારિકા તરીકેની છાપ હતી.
તેણીના શરીરમાં, કેઈ એક સમયે, તેણીના પૂર્વકૃત કર્મના અનુભાવથી કઢને રેગ ઉત્પન્ન થઈ જવા પામ્ય,