________________
૨૪૪
ચાર ગતિનાં કારણે કરવા જેવાં તે નથી જ !”? આપણે જે પાપ કરીએ, તે પાપને ય આપણે કરવા જેવું છે-એમ તે કહીએ જ નહિ ને? એવી જ રીતિએ, કઈ પણ સારું કામ આપણાથી ન થતું હોય-એ બને, આપણે તે કામ કરી શકીએ તેમ હોઈએ તે છતાં ય તે કામ ન કરીએ-એ ય બને, પણ “આ કામની જરૂર નથી, આ કામ કરવા જેવું નથી—એવું એવું બોલીને આપણે માર્ગનાશ તે કરીએ નહિ ને? આજે જૈન કુળમાં જન્મેલા એવા પણ માણસો છે, કે જે એ એક યા બીજી રીતિએ સન્માર્ગને નાશ કરવા રૂપ કૃત્યને આચરી રહ્યા છે અમુક માર્ગ ભગવાને કહે છે–એમ જાણે છે શાસ્ત્રમાં એ માર્ગનું કરણીય તરીકે પ્રતિપાદન છે-એમ જાણે છે; અને તેમ છતાં પણ, એ. માર્ગ આચરવા જે નથી, એ માર્ગને સેવવામાં નુકશાન છે,–આવે આ પ્રચાર કરીને, માર્ગનાશના પાપને વહેરી રહ્યા છે. તમે એવું તે કરે નહિ ને? તમારે છોકરો વ્યાખ્યા નમાં આવ્યા હોય અને એણે સાંભળ્યું કે–“ઘરમાં રહેવા જેવું નથી, પરણવા જેવું નથી.”. પછી એ તમને ઘેર જઈને પૂછે કે-“બાપા! ઘરમાં રહેવા જેવું છે ખરું?” તે તમે શું કહે ? છેકરા ઉપર ગમે તેટલો મેહ હોય, તે પણ તમે શું કહે ? છેવટ એટલું તે કહે ને કે-“તને ઘરમાં રાખવાને માટે મહેનત કરૂં-એ બને, પણ ઘરમાં રહેવા જેવું છે-એમ તે ન જ કહું!” ? તે ય એ પૂછે કે-“ત્યારે પરણવા જેવું ખરું ?” તે તમે એમ જ કહો ને કે-“તને પરણાવું ખરે, પણ પરણવું એ સારું છે એવું તે ન જ કહું !”? આપણે જમ્યા ખરા કે નહિ? કઈ જમે એવું તમે કરે છે ખરા કે નહિ? છતાં જે કંઈ પૂછે કે “જન્મવું તે સારું ખરું કે નહિ ? કઈ