________________
૨૪૦
ચાર ગતિનાં કારણે સ, અવ્યવહાર રાશિમાં જ. અવ્યવહાર રાશિવાળા જીનું સ્થાન કયું? સ નિગોદ.
નિગદ પણ કયી ગતિમાં ગણાય? નિગદના છે, એ પણ તિર્યંચગતિના જ છ ગણાય છે. એટલે, તમને સમજાય છે ને કે આપણે અનાદિકાળથી તે, તિર્યંચગતિમાં જ હતા? કઈ પણ જીવ, એટલે કાળ તિર્યંચગતિમાં કાઢે છે, તેટલે કાળ તે બીજી કોઈ પણ ગતિમાં કાઢતું નથી. બધી ગતિઓના કાળને કુલ સરવાળો તે થાય તેમ નથી, પણ આપણે જે વિચાર કરીએ તે આપણા ખ્યાલમાં એ વાત જરૂર આવે કે-કુલ્લે પણ આપણે વધુમાં વધુ કાળ તે તિર્યંચગતિમાં જ પસાર કર્યો છે. જીવ માત્રને માટે આવી જ સ્થિતિ છે, એટલે ઘણા લાંબા કાળને માટે જેણે દુર્ગતિમાં ભમવાનું હોય, તેને માટે તે, નરકગતિ કરતાં પણ તિર્યંચગતિ એ જ એગ્ય સ્થાન છે, એમ તમને લાગે છે ને ? તિર્યંચગતિમાં જીવ, અનન્તી ઉત્સર્પિણ-અવસર્પિણીઓ એટલે કાળ પણ કાઢી શકે. નરકમાં એટલે કાળ સાથે ન નીકળે. હવે દુઃખ ભેગવવાની અપેક્ષાએ વિચાર કરીએ, તે દેખીતી રીતિએ એમ જ લાગે કે-નરકગતિમાં જેવા પ્રકારની કારમી વેદનાએ ભેગવવી પડે છે, નરકગતિમાં પરમાધામીઓ તરફથી જેવાં દુઃખે દેવાય છે તથા ક્ષેત્રજન્ય જે પીડાઓ નરકગતિમાં ભેગવવી પડે છે, તેવું તિર્યંચગતિમાં નથી!” પરન્તુ તિર્યંચગતિમાં જેવી અવ્યક્ત દશા પ્રાપ્ત થઈ શકે છે, તેવી અવ્યક્ત દશા તે નરકગતિમાં પણ પ્રાપ્ત થઈ શકતી નથી, એ વાતેય ભૂલવા જેવી નથી જ! ચેતન જે ચેતન, જે વધુમાં વધુ જડ જે