________________
બીજે ભાગ
૨૩૯ ને? એ માટે, આ વાત લીધી છે. કોઈ પણ જીવ એકી સાથે જેટલે કાળ તિર્યંચગતિમાં કાઢી શકે છે, એટલે કાળ એકી સાથે જીવ બીજી કઈ પણ ગતિમાં કાઢી શક્તા જ નથી. નરકમાં ગયેલે જીવ, જે વધુમાં વધુ કાળને માટે નરકમાં રહી શકે, તે તે માત્ર તેત્રીસ સાગરોપમ પ્રમાણ જેટલા કાળને માટે જ નરકમાં રહી શકે. પછીથી, એક વાર તે એ જીવ બીજી ગતિમાં જાય, જાય ને જાય જ. જયારે તિર્યંચગતિમાં ગયેલે જીવ, તિર્યંચગતિમાં ને તિર્યંચગતિમાં, એકી સાથે અનન્ત કાળ પણ કાઢી શકે છે. ઉન્માર્ગની દેશનાનું પાપ આચરનારા જીવન અને સન્માર્ગના નાશનું પાપ આચરનારા
જીવને, તે તે પાપના ચગે એટલા બધા કાળ સુધી દુર્ગતિમાં ભ્રમણ કર્યા કરવાનું હોય છે કે એને માટે તિર્યંચગતિ સિવાયની કોઈ ગતિ જ બંધબેસતી થાય નહિ. અનન્તા જીનું, અનન્ત કાળને માટેનું, એ સ્થાન છે. નરકગતિમાં એકી વખતે વધુમાં વધુ જીવે કેટલા હોય? અસંખ્યાતા જ. દેવગતિમાં પણ એક વખતે વધુમાં વધુ જેવો અસંખ્યાતા હેય અને મનુષ્યગતિમાં પણ એક વખતે વધુમાં વધુ પર્યાપ્તા જીવે તે સંખ્યાતા જ હોય. અનન્તા છે તે માત્ર તિર્ય. ચગતિમાં જ હોય અને એક જ ગતિમાં અનન્ત કાળ કાઢવાનું પણ તિર્યંચગતિમાં જ બની શકે. જીવ માત્ર સૌથી પહેલાં–અનાદિકાળથી કયી ગતિમાં હોય છે? આપણે બધા અત્યારે વ્યવહાર રાશિમાં છીએ, પરંતુ વ્યવહાર રાશિમાં આવતાં પહેલાં આપણે બધા અથવા તો જે કોઈ જીવો વ્યવહાર રાશિમાં આવ્યા છે, આવે છે કે આવશે, તે બધા ય છે, તે પહેલાં ક્યી જગ્યાએ હોય ?