________________
૨૩૬
ચાર ગતિનાં કારણા
માટે પ્રયત્નશીલ બની શકાય, એ માટે જ તમે સદ્ગતિઓનાં કારણેાને જાણવાને ઈચ્છે છે ને? 'તિમ લક્ષ્ય તેા, મોક્ષપર્યાયને પ્રગટાવવા એ જ છે, એ વાતને ભૂલવાની નહિ. તિય ચગતિનાં કારણો :
ચાર ગતિઓનાં કારણેા પૈકી, આપણે, નરકગતિનાં કારણાનો વિચાર આજ સુધીમાં કરી આવ્યા. હવે આપણે તિય ચગતિનાં કારણો કયાં કયાં છે—એ જોવાનું છે. નરકગતિનાં કારણેાનો વિચાર જેના હૈયામાં સુસ્થિર બની ગયા હશે, તેને આ તિય 'ચગતિનાં કારણાને સમજવામાં, સમજીને તજવામાં અને ન તજી શકાય તેા પણ એનાથી સાવધ રહેવાનું નક્કી કરવામાં, બહુ મહેનત નહિ કરવી પડે. અનન્ત ઉપકારી, અનન્તજ્ઞાની ભગવન્તાએ દર્શાવેલાં તિય ચગતિનાં કારણેાને દર્શાવતાં-પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે ઉન્માગની દેશના, સન્માનો નાશ, ચિત્તની ગૂઢતા, આર્ત્ત ધ્યાન, શલ્યસહિતપણું, માયા, આરંભ તથા પરિગ્રહ, શીલવ્રતના પાલનમાં અતિચારાના ચેાગે ઉત્પન્ન થતું દોષિતપણુ, નીલ તથા કાપાત લેશ્યાઓ અને અપ્રત્યાખ્યાની કષાયા-એ તિય ચગતિના આયુષ્યના આશ્રવા છે. ” ઉન્માદેશના તે સન્માનેા નાશ-આ એ પાપેાથી, સઘળાં ય પાપા હેઠ :
6:
ઉન્માની દેશના અને સન્માનો નાશ-આ બે નાનાં પાપૈ। નથી. બધાં ય પાપાને ટપી જાય તેવાં આ એ પાપા છે. આ એ પાપેા, આટલાં બધાં ભયકર કાટિનાં હાવા છતાં