________________
બીજો ભાગ
૨૩૭
પણું, આ બે પાપને નરકગતિનાં કારણોમાં નહિ જણાવતાં, તિર્યંચગતિનાં કારણોમાં કેમ જણાવ્યાં છે ? ઉન્માર્ગનો દેશક, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેએ જે માગ ફરમાવ્યું છે, એથી ઊલટા પ્રકારના માર્ગની પ્રરૂપણ કરનારે. એમાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવની પણ આશાતના અને તારક તીર્થની પણ આશાતના. આ કાંઈ જેવું તેવું પાપ છે? ભગવાને. કહેલા માર્ગને જાણવા છતાં પણ, કોઈ પણ કારણસર, મુખ્યત્વે તે મિથ્યાત્વના ઉદયથી જ, એ માર્ગની વાત બુદ્ધિમાં બેસે નહિ અને હૈયે જચે નહિ, એટલે પિતાને ગમે તેવી વાત એ કહે. ધર્મના દેશકે તે, પોતાના અજ્ઞાન આદિથી ય માર્ગની. વિરુદ્ધ બેલાઈ જવા પામે નહિ–એની કાળજી રાખવી જોઈએ. માટે તે કહ્યું કે ધર્મનો દેશક તે બની શકે, કે જે બીજી જરૂરી રીતિએ લાયક હોવા સાથે, જે, ઉત્સર્ગમાર્ગ તથા અપવાદમાર્ગ–ઉભયને જ્ઞાતા હોય. ઉત્સર્ગમાર્ગને અપવાદમાગેનું જ્ઞાન ન હોય, તે પણ ઉસૂત્રભાષણ થઈ જાય ને? આ તે જાણે કે–ભગવાને કહેલે માગે આ પ્રકારનો છે, તેમ છતાં પણ પિતાની બુદ્ધિમાં એ વાત ઉતરે નહિ, એટલે પિતાને ફાવે તેવી વાત કરે. એટલે, ઉન્માગદેશનાનું પાપ,.
એ કઈ સામાન્ય કોટિનું પાપ નથી. એવી જ રીતિએ, સન્માર્ગના નાશનું પાપ પણ સામાન્ય કોટિનું નથી. જે માર્ગના આરાધનાથી અનેક આત્માઓ કલ્યાણને સાધતા હોય, એ માર્ગને નાશ થાય-એવું કામ જે કઈ કરે, તેણે કેવુંક પાપ કર્યું કહેવાય? બીજું કયું પાપ, એની હોલમાં આવી શકે ? વિચાર કરો તે લાગે કે મહા હિંસાનું પાપ પણ, એની હેઠ ગણાય. મહા હિંસા કરનારે કાંઈ અહિંસાના