________________
૨૨૪
ચાર ગતિનાં કારણે રામાં હેય ને? કામના અભિલાષ ઉપર અંકુશ રાખવાને માટે, ઈન્દ્રિય ઉપર કાબૂ મેળવવું જોઈએ. ઈન્દ્રિયને વશ બનેલાઓને, ભામટા અને ભટકતા બનતાં વાર લાગે નહિ. ઈન્દ્રિયોને આધીન બનેલે, કયા દેષનો ભોગ બને નહિ–એ કહેવાય નહિ. પાંચ ઈન્દ્રિના પાંચ વિષે અને એ વિષએના જ ભગવાને તલસાટ, એ સઘળા ય દુર્ગણોની અને સઘળા ય પાપાચારની જડ છે. કામને જીતવાને ઈચ્છનારે, ઈન્દ્રિયેને વશ નહિ બનતાં, ઈન્દ્રિયને પિતાને વશ બનાવી લેવી જોઈએ. જેને ઈન્દ્રિયે વશમાં નથી, તે દુર્ગતિના વશમાં જ પડે છે.
નરકના આયુષ્યના આ ને તમે જાણ્યા, એટલે હવે તમે, નરકનું આયુષ્ય બંધાવા પામે એવું તમારાથી થાય નહિ, તેની કાળજી રાખવાના જ ને? હવે તમે સાવધ બની જવાના ને? ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધર્મને પામેલાઓમાં અને આ ધર્મ પ્રત્યે સદુભાવવાળા બનેલાઓમાં પણ, નરકે ઘસડી જાય તેવા પરિણામે સંભવે જ નહિ, તમારે તમારા હૈયાને જ શોધવાનું છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલ ધર્મ જેના હૈયે વસે છે, તેનાથી તે દુર્ગતિ ભાગતી જ ફરે છે. એવા આત્માઓ તે, ખૂબ વિશ્વાસપૂર્વક ગાઈ શકે છે કે
નરક તિર્યંચ ગતિ દૂર નિવારી. »