________________
બીજો ભાગ
૨૧૩
કરતાં ય આવડે છે કે નહિ ?”
પંડિત કહે છે કે-“ચોરી કરતાં તે આવડે, પણ ચેરી કરાય નહિ.”
એટલે, પંડિતાણું કહે છે કે ત્યારે શું છોકરાઓને ભૂખ્યાં મારી નખાય? મજુરી મળે નહિ અને ચેરી થાય નહિ, તે આ બધાંને જીવાડવાં શી રીતિએ ?”
પંડિત અને પંડિતાણ વચ્ચે ઘણી રકઝક ચાલી. છેકરાંઓ પ્રત્યેની દયાની વાતને આગળ કરીને, પંડિતાણીએ પંડિતને ચેરી કરીને પણ ખાવાનું લઈ આવવાને માટે ઉભે કર્યો. પંડિત પણ સંજોગેની વિષમતાને વિચાર કરતે કરતે, ચોરી કરવાને માટે નીકળે.
ચિરી કરવાને માટે નીકળવા છતાં પણ, પંડિત વિચાર કરે છે કે ક્યાંકથી એક દિવસ પેટ ભરાય એટલું જે મળી જાય, તે બસ છે. કારણ કે-ચેરી કરવાને નીકળ્યો છે, પણ ચોરી કરવી એ સારું નથી–એવું મનમાં બેઠેલું જ છે.
પિતાના સ્થાનેથી નીકળીને, પંડિત એક ઝુંપડીની પાસે ... આવી પહોંચે છે. એ ઝુંપડીની બહાર કંથા પડેલી છે. એ કંથાને જોઈને, પંડિત વિચાર કરે છે કે “જે આ કથાને હું ચેરીને લઈ જાઉં અને સવારે આને વેચી નાખું, તે એક દિવસને માટે અમારા સૌનું પેટ ભરાય એટલું તે મળી રહે!”
ત્યાં તે, એ ઝૂંપડીમાં રહેનારાં ધણું–ધણીયાણી વચ્ચે ચાલતી વાતચીતનો અવાજ પંડિતને સંભળાવે. પંડિત એ વાતચીત સાંભળવાને માટે જરા નજદીકમાં ગયે. એ ધણી-ધણીયાણું એવી વાતચીત કરતાં હતાં કે-“ઘરમાં આવતી કાલે ખાવાને માટે કાંઈ છે નહિ; કાલે જે કાંઈક રળી લાવીશું, તે જ