________________
૨૧૦
ચાર ગતિનાં કારણે ભાવને વેગ મળી જાય, તે એ બધાં નરકનાં કારણે પણ બની જાય, એ સુસંભવિત છે. આજે, અનીતિ એવી સર્વ સામાન્ય બનતી જાય છે કે-એને સેવતાં, અરેરાટીને અનુભવ કરનારાઓ પણ થોડા હશે, એમ લાગે છે. પંડિત ચાર :
અનીતિ સેવવા યોગ્ય નથી જ, સહવું પડે તે સહવું -એ સારું, પણ અનીતિ સેવવી–એ સારું નહિ, આવી મનેવૃત્તિ તે હેવી જ જોઈએ, અને આવી મનવૃત્તિ હોય તે જ, કદાચ સંયોગવશાત્ અનીતિ સેવાઈ પણ જાય, તે ય તેમાં હિંસક ભાવ ભળે નહિ.
પેલા ચોરી કરવા જનારા પંડિતને યાદ કરે. એ પંડિત સાચે પંડિત હતા, કારણ કે-પાપભીરુ હતે. ગમે તેટલું ભણેલ ગણેલો માણસ પણ જે પાપથી ડરનારે ન હોય, તે એનું ભણતર એ સાચું ભણતર જ નથી. ભણતર, એ માટે જ ઉપયોગી છે કે એને યેગે જીવ અનાચરણથી વિમુખ બને અને સદાચરણની સન્મુખ બને. ભણતરને ખરે ગુણ જ એ છે કે-એ ભણનારને પિતાને પણ તારે અને બીજા એને પણ એ તારનારૂં બને. જે ભણતર ભણનારને પિતાને નુકશાન કરે, તે બીજાઓને પણ પ્રાયઃ નુકશાન જ કરે ને? ત્યારે, ભાણુતર કલ્યાણકારી ક્યારે બની શકે? ભણતરના મેગે જીવમાં પાપભીરુતાને ગુણ પ્રગટે તે જ ભણતર કલ્યાણકારી બની શકે ને? ભણેલ ગણેલો માણસ જે પાપથી ડરનાર ન હોય, તે એનું ભણતર એને પોતાને અને બીજાઓને પણ નુકશાન કરનારું નિવડે, તે સ્વાભાવિક છે. કારણ કે