________________
બીજો ભાગ ધન અનીતિથી નહિ લેવાનું તે પચ્ચખાણ ખરું ને? ઘરમાં જેટલું અનીતિથી આવ્યું હોય, તે રાખવું ગમે તે નહિ ને?
સ આજે પ્રધાન ચીજ અનીતિ બની ગઈ છે.
કેમ કે-અનીતિ કર્યા વિના કમાઈ શકાય જ નહિ, એ સિદ્ધાન્ત નક્કી કરી લીધું છે! આજે, મોટે ભાગે, અનીતિને ડર અનીતિ ખાતર તે રહ્યો જ નથી. અનીતિ નહિ કરવા ખાતર અનીતિ નહિ કરવી–એ જુદી વસ્તુ છે અને ભયન. માર્યા અનીતિ નહિ કરવી-એ જુદી વસ્તુ છે. આજે, અનીતિ આચરતાં કંપારી આવે અને અનીતિને આચર્યા પછી એ ડંખ્યા કરે, એવા માણસ નથી -એમ તે નહિ જ, પણ એવા માણસે ચેડા-એમ તે ખરું ને? ઉઘાડી રીતિએ કે ખાનગી રીતિએ, પણ કેઈને ય છેતરીને તેનું દ્રવ્ય લઈ લેવું, એમાં કેટલું મોટું નુકશાન થવાનો સંભવ છે, એની તમે કદી કલ્પના સરખી પણ કરી છે ખરી? તમે કેઈથી ઠગાવ, તે તમને એમ થાય ને કે–સાલા આવા લુચ્ચા કેટલા હશે? તે પછી, તમે ત્યારે એવી રીતિએ બીજાને છેતરે, ત્યારે એને શું થાય? છેતરપીંડી કરનારાના પરિણામે કેવાક થાય? છેતરપીંડી કરવાને રસ થઈ ગયા પછી, એને ચસકે લાગી ગયા પછી, મન કયા વિચારમાં રમ્યા કરે? એમાં, પારકાના હૈયામાં છેતરાવાથી જે દુઃખ થાય, તે દુઃખ તરફ બેદરકારી કેટલી ? ત્યારે હૈયું કઠેર બને ખરું કે નહિ? અને, એમ હૈયું કઠેર બની જાય, તે તમારી ગતિ કયી થાય? પિતાના કારણે બીજાને દુઃખ થાય અને આત્મામાં એ તરફ બેદરકારી આવી જાય, તે તેમાં હિંસક ભાવ પણ આવી જ ગયે. અમૃત ભાષણ અને પરદ્રવ્યનું હરણ, એ વગેરેને હિંસક ૧૪