________________
બીજો ભાગ -
- ૨૦૫ વેદી ઉપર રહેલા સિંહાસનને અલંકૃત કર્યું. પછી, શ્રી નારદજીએ અને પર્વતકે પિતપોતાના પક્ષનું પ્રતિપાદન કર્યું. અને આ વિષયમાં જે કાંઈ પણ સત્ય હોય, તે કહેવાની રાજા વસુને તે બનેએ વિજ્ઞપ્તિ કરી.
આ રીતિએ એ બનેએ વિજ્ઞપ્તિ કર્યા બાદ, એ રાજસભામાં જે વિપ્રવૃદ્ધી હાજર હતા, તેઓએ રાજા વસુને ઉદ્દેશીને કહ્યું કે-“રાજન્ ! વિવાદ હવે આપની સમક્ષ ઉપસ્થિત છે. એક કહે છે કે-અને, ત્રિવાર્ષિક ધાન્ય–એ અર્થ ગુરૂએ કહ્યો હતો, અને બીજો કહે છે કે-ચાનો મેષ એ અર્થ, ગુરૂએ કહ્યો હતે. આકાશ અને પૃથ્વીની વચ્ચે, જેમ સૂર્ય છે, તેમ આ બેની વચ્ચે પ્રમાણ રૂપ સાક્ષી આપ જ છે. સત્યથી જ ઘટ પ્રતિ દિવ્યો વતે છે, સત્યથી જ વરસાદ વરસે છે અને સત્યથી જ દેવતાઓ સિદ્ધ થાય છે. આપનાથી જ લોક સત્યમાં સ્થાપિત કરાય છે, એટલે અમે આ વિષયમાં આ૫ને શું કહીએ ? આપના સત્યવ્રતને ઉચિત. એવું આપ બોલો !”
વિપ્રવૃદ્ધોએ રાજાને કેવી મજેની સલાહ આપી? વિપ્રવૃદ્ધોએ થેડામાં ઘણું કહી નાખ્યું છે. રાજા જે વ્યક્તિગત શરમથી ચલ–વિચલ ચિત્તવાળ બની ગયેલ હોય, તે પણ તેને સત્યને ઉચ્ચારવાનું મન થઈ જાય, એવી સલાહ તેમણે આપી ને ? પણું, વસુ રાજાએ વિપ્રવૃદ્ધોની આ સલાહને સાંભળી–ન સાંભળી કરી નાખી; કારણ કે–સમજપૂર્વક, ઈરાદાપૂર્વક અસત્ય બલવાને રાજાએ નિર્ણય કરી લીધો હતો.
વિપ્રવૃદ્ધોની સલાહને અણસાંભળી કરીને અને પિતાની સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિને પણ દૂર કરી નાખીને, રાજા