________________
२०४
ચાર ગતિનાં કારણે અસવાદ કેને છે-તેને નિર્ણય કરવામાં ચતુર હતા. દૂધ અને પાણી–એ બેને ભેગાં કરીને જે હંસની પાસે મૂકવામાં આવે, તે હંસ એમાંથી દૂધને ભાગ પીઈ જાય અને પાણીને ભાગ બાકી રાખે હંસની ચાંચમાં કુદરતી રીતિએ જ આવે ગુણ હોય છે. વસુ રાજાની રાજસભામાં મળેલા સભ્ય પણ, સવાદને અને અસદુવાદને વિભક્ત કરવાની કુનેહની બાબતમાં, હંસ જેવા હતા.
જે સભાના સભ્યએ, કઈ પણ વાદને અંગે નિર્ણય કરવાનું હોય, તે સભાના સભ્યમાં જેમ માધ્યચ્ચ ગુણ જોઈએ, તેમ સવાદ અને અસદુવાદને ભેદ પાડવામાં હંસની ઉપમાને પામી શકે એવી વિવેકશક્તિ પણ જોઈએ. માધ્યચ્ચ ગુણને અભાવ હોય અથવા તે સદુ અને અસદુને વિવેક કરવા જેગી વિચક્ષણતાનો અભાવ હોય અથવા તો એ બન્ને ય ગુણોને અભાવ હોય, એવા સભ્યોની સભામાં વાદને નિર્ણય કરાવવાને માટે જવાનું, કઈ પણ ડાહ્યો માણસ તે કહે જ નહિ. વાદ જેમ જેની–તેની સાથે હોય નહિ અને જે-તે સ્થાને હોય નહિ, તેમ જેની તેની રૂબરૂમાં પણ હોય નહિ. જે સભા સમક્ષ વાદ કરવાનું હોય, તે સભાના સભ્યોમાં માધ્યચ્ય ગુણ પણ જોઈએ અને હંસ જેમ ક્ષીરને અને નીરને અલગ અલગ કરીને ક્ષીરનું પાન કરે છે અને નીરને તજી દે છે, તેમ સદુવાદને અને અસદુવાદને યથાસ્વરૂપે પિછાનીને અસદુઃ વાદના ત્યાગપૂર્વક સદુવાદને સ્વીકારવાની વિચક્ષણતા પણ જોઈએ.
રાજસભામાં સભ્ય એકત્રિત થયા, એટલે વસુ રાજા પણ આવ્યું અને તેણે આકાશસ્ફટિક શિલાની બનાવેલી