SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ મેહના યોગે, એ પીડાવા લાગી; અને એથી, પુત્રને આપત્તિ માંથી ઉગારી લેવાને માટે, તે ગમે તેવું અયોગ્ય કાર્ય કરવાને માટે પણ તત્પર બની ગઈ. પાઠકપત્નીએ વિચાર્યું કેમારા પુત્ર પર્વતકને આપત્તિમાંથી ઉગારી લેવાને હવે એક જ ઉપાય છે; અને તે ઉપાય એ જ કે-રાજા વસુ બેટી સાક્ષી પૂરે ! રાજા વસુ જે નારદે કહેલા અર્થને ખોટે કહે અને પવતકે કહેલા અર્થને સાચો કહે, તે જ પર્વતકને માથે આફત ઝઝુમી રહી છે, તેમાંથી પર્વતક ઉગરી જાય. આ વિચાર કરીને, પાઠકપત્ની રાજા વસુની પાસે ગઈ ઘણા કાળે પાઠકપત્નીનાં દર્શન થવાથી, રાજા વસુને ખૂબ જ આનંદ થયે. હર્ષિત ચિત્તવાળા બનેલા રાજા વસુએ, પાઠકપત્નીને કહ્યું કે-“માતા! તમારાં દર્શનથી મને મારા ગુરૂ શ્રી ક્ષીરકદમ્બકનાં દર્શન થયાં છે! કહો, હું તમારે માટે શું કરું અને તમને શું આપું?” આ તકનો લાભ લેતાં, પાઠકપની, રાજા વસુને કહે છે કે-“રાજન ! મને ભિક્ષામાં માત્ર મારે પુત્ર જ જોઈએ છે, તે તું તે મને આપ! હે પુત્ર! જે પુત્ર જ ન હોય, તે પછી મારે ધન અને ધાન્ય આદિ અન્ય વસ્તુઓને કરવી છે પણ શું?” પાઠકપનીએ આવી રીતિએ યાચના કરવાથી, સ્વાભાવિક રીતિએ જ રાજા વસુ કહે છે કે-“માતા! આપને પુત્ર પર્વતક મારે માટે તે પાલ્ય પણ છે અને પૂજ્ય પણ છે. શ્રુતિ પણ એમ જ કહે છે કે-ગુરૂપુત્રની સાથે પણ ગુરૂના જે જ વર્તાવ કરે જોઈએ.” આ પ્રમાણેના આશ્વાસનને આપીને રાજા વસુ પાઠકપત્નીને કહે છે કે-કેના ઉપર, અકાળે રેશે
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy