________________
૨૦૦
ચાર ગતિનાં કારણા
સાંભળ્યા પછીથી, પોતાની ભૂલને અવશ્ય સુધારી શકત; પાપમાં વધારે ખૂંચી જતાં ખચી જવાની અને થઇ ગયેલા પાપથી નિવૃત્ત થઈ જવાની, પર્વતને આ સુન્દર સામગ્રી મળી હતી; પણ અહુંકાર આડે આવ્યો. અનૅ પત્રના શ્રી નારદે જે અ` કહ્યો, તે જ અપેાતાના પિતા એવા ગુરૂએ કર્યા હતા, એવું એ પાતે જાણે છે; એની માતા પણ એમ જ કહે છે; અને તેમ છતાં પણ, પતક, એ પદના પાતે કરેલા અર્થને જ વળગી રહે છે. આમાંથી, પર્વતકના આત્મપરિણામાનું સકિલષ્ટપણુ` સૂચિત થઈ જાય છે. એની ભવિતવ્યતા એવી છે કે-એ મરીને નરકે જ જવાના છે. એટલે, એને મળેલી સારી પણ સામગ્રીના એ, પેાતાના હિતમાં ઉપયોગ કરી શકતા નથી.
પર્વતક તા પેાતાની માતાને એ જ કહે છે કે- માતા ! જે કર્યું તે કયુ. ગમે તે પ્રકારે પણ એક ચીજ કર્યા પછીથી, એ કેમ થાય, એ વ્હેવાનુ હાય નહિ !'
આવા જવાબથી, પર્વતકની માતા સમજી ગઈ કે− હવે મારા પર્યંતક, પોતાની ભૂલને સુધારી લે-એ શકય નથી.’ પણ એથી એના મનને શાન્તિ થઈ નહિ. ઊલટી, એની બેચેની વધી ગઈ. શ્રી નારદની સાથેની આ હાંશાતાંશીમાં, મારા દીકરા પર્વતકની જીભ અવશ્ય છેદાશે, એવી એના મનમાં ખાત્રી થઈ ગઈ હતી: કારણ કે-પોતાના પતિએ અને પદના શા અ કર્યાં હતા–તે જાણવા સાથે, તેણી એ પણ જાણતી હતી કે-રાજા વસુ એવા સત્યવાદી છે કે—એ સાચુ કહ્યા વિના રહેશે નહિ. પાતાના પુત્રની જીભ કપાશે, એ વિચારે તેણીને ખૂબ જ વિલ બનાવી મૂકી. પોતાના પુત્ર પ્રત્યેના