________________
બીજો ભાગ
૧૯૯ ઉલંઘન કરીને, તું, ધર્મને ઉપાજે છે? ગુરૂએ તે “અ” એટલે “ઘેટાંઓ” એવો જ અર્થ ઉપદે હતા, પણ મિથ્યાભિમાનથી તું ઊલટે અર્થ કરે છે. દણ્ડને ભય હાય તે જ, માણસે મિથ્યાભિમાનનાં વચનોને ઉચ્ચારતાં અટકે છે, એટલે આપણે “પણ” કરીએ. પ્રતિજ્ઞા કરીએ કે જે કઈ પિતાના પક્ષનું સ્થાપન કરવામાં નિષ્ફલ નીવડે, તે પિતાની જીભને છેદાવે.' અને આ બાબતમાં આપણે આપણા સહાધ્યાયી વસુ રાજાને, પ્રમાણ પુરૂષ તરીકે સ્વીકારીએ.”
શ્રી નારદે, તરત જ, પર્વતકની એ વાતને સ્વીકારી લીધી, કેમ કે સાચા બેલાઓને એવા પણું “પણને સ્વીકારવામાં ક્ષોભ થતું નથી.
આ પ્રમાણે, શ્રી નારદે અને પર્વતકે પણ કરી લીધું અને તે પછીથી, બને છૂટા પડ્યા.
શ્રી નારદ અને પર્વતકની વચ્ચે થયેલી અર્થભેદની વાતચીતને, શ્રી ક્ષીરકદમ્બક પાઠકની પત્નીએ એટલે પર્વતકની માતાએ સાંભળી હતી. તેણને એથી બહુ આઘાત લાગ્યું હતું. પિતાના પુત્રે બહુ ભયંકર ભૂલ કરી છે અને એનું પરિણામ મહા ગંભીર આવશે, એમ તેણીને લાગ્યું હતું. આથી, તેણીએ પિતાના પુત્ર પર્વતકને એકાન્તમાં બોલાવીને કહ્યું કે-“તારા પિતાને “અજ” એટલે “ત્રિવાર્ષિક ધાન્ય' એ અર્થ કહેતાં તે, ગૃહકાર્ય કરવામાં રત એવી પણ મેં, સાંભળ્યા હતા! એટલે, અહંકારમાં આવી જઈને તે જે જિહ્વા છેદનું પણ કર્યું, તે ઘણું જ અનુચિત કર્યું છે. અવિચાર્યું વર્તન કરનારાઓ, વિપત્તિઓને જ પામે છે.”
પર્વતક જે ધારત, તે પિતાની માતાના આવા કથનને