________________
--
૧૯૮
ચાર ગતિનાં કારણે નહિ અને એથી ગુરૂદેવ પણ ઘેટાંઓને હેમવાનું ઉપદેશવા જેવો અર્થ કરે નહિ; માટે હે મિત્ર! ધર્મોપદેણા ગુરૂદેવને અને ધર્માત્મિકા કૃતિને અન્યથા કરવા દ્વારા, તું પાપનું ઉપાર્જન કર નહિ!” | શ્રી નારદે કહેલાં આ સુગ્ય અને હિતકારી વચને, પર્વતકને પાપમાગથી પીછે હઠાવનાર નીવડવાને બદલે, પર્વતકને રોષથી ધમધમતે બનાવનાર નીવડ્યાં.
એકાન્ત હિતકારી અને સાચાં પણ વચને, સૌને ય હિતકારી અને સાચાં જ લાગે, એવો નિયમ નથી. સાંભળનારના હૈયાના ભાવ ઉપર પણ, વચનોની અસરને મેટે આધાર રહે છે. સંભળાવનાર ને સાંભળનાર, બને ય સારા હૈયાવાળા જોઈએ. સંભળાવનાર સારા હૈયાવાળો હાય, એટલા માત્રથી જ કાંઈ સારાં વચનેની સારી અસર થાય નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા, વરૂપે મિથ્યા એવા પણ શ્રુતને સમ્યફ રૂપે પરિણમાવી શકે છે અને મિથ્યાદષ્ટિ આત્મા, સ્વરૂપે સમ્યફ એવા પણ શ્રતને મિથ્યા રૂપે પરિણુમાવનારે બને છે. સ્વરૂપે સમ્યફ એવું પણ શ્રુત, મિથ્યાષ્ટિઓના અન્તરમાં મિથ્યા રૂપે પરિ
મે, એમાં દેષ કેને? એ આત્માઓની પિતાની દૃષ્ટિમાં રહેલા મિથ્યાત્વને જ! એટલે, તદ્દન સાચાં અને એકાન્ત હિતકારી એવાં પણ વચને, સૌ કેઈને સાચાં અને હિતકારી જ લાગે, એવું કહી અગર તે માની શકાય નહિ! | શ્રી નારદે, પર્વતકને “ધર્મોપદેષ્ટા ગુરૂ અને ધર્માત્મિક શ્રુતિને અન્યથા કરવા દ્વારા પાપનું ઉપાર્જન કર નહિ'એવી શાણી શીખામણ આપી, એથી ગુસ્સામાં આવી જઈને, પર્વતક શ્રી નારદને કહે છે કે “ગુરૂએ ઉપદેશેલા શબ્દાર્થનું