________________
બીજો ભાગ
૧૯૫ ઉદ્ભવ થવા પામ્યું હશે ? આપણે, એ વિચાર પણ કરે જોઈએ કે–વસુ રાજાના સ્થાને જે આપણે હેઈએ, તે આપણા હૈયામાં એવા કૂર પરિણામે ઉદ્દભવ થવા પામે કે નહિ? જે ચીજ ઉપર તમને ઘણે રાગ હોય, તે ચીજ જેના દ્વારા નાશ પામવાને સંભવ લાગે, તેને માટે તમને કેવા કેવા વિચાર આવી જાય? આપણું સ્વાર્થ માટે ય, આપણે કોઈનું પણ ભૂંડું ચિન્તવવું નહિ, એ તમારે નિર્ણય ખરો?
હવે, વસુ રાજા, આકાશસ્ફટિકની શિલામાંથી બનાવેલી વેદિકા ઉપર પોતે બેઠવાવરાવેલા સિંહાસન ઉપર બેસવા લાગે. કોઈ જાણતું નહોતું કે-“રાજાનું સિંહાસન વેદિકા ઉપર ગોઠવાએલું છે.” સૌને એવું જ દેખાતું હતું કે-વસુ રાજાનું સિંહાસન આકાશમાં અદ્ધર રહેલું છે.” આવા ચમત્કારની વાત છૂપી રહે? લેકમાં વાત ચાલી કે-વસુ રાજાનું સિંહાસન આકાશમાં રહે છે. શાથી? તો કે–વસુ રાજાના સત્યના પ્રભાવથી! વસુ રાજાની “સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિ તો હતી જ અને તેમાં આ વાત ઉમેરાઈ એટલે પૂછવું જ શું? ચારે કેર એવી વાત થવા લાગી કે-“વસુ રાજાના સત્યવાદિપણાથી દેવતાઓ તુષ્ટ થઈ ગયા છે અને એમ તુષ્ટ થયેલા દેવતાઓ, વસુ રાજાનું સાન્નિધ્ય કર્યા કરે છે!” .
આ પ્રકારની પ્રસિદ્ધિ થવાના ગે, વસુરાજાને તાત્કાલિક ફાયદે તો એ થઈ ગયે કે અનેક રાજાઓ વસુને વશવતી બની ગયા. તમે ય કહે છે ને કે-“ચમત્કારને નમસ્કાર! ચમત્કારમાં મુંઝાય નહિ, એવા કેટલા? ચમત્કારની સુણીસુણાઈ વાતો ઉપર પણ ભરોસે મૂકીને, મિથ્યાત્વની પિષક યાઓને આચરવા મંડી જનારા, ઘણું છે ને?