________________
૧૮૬
ચાર ગતિનાં કારણે બંધ પડે, તે તે અશુભ આયુષ્યને બંધ પડે કે શુભ આયુષ્યને બંધ પડે, એની કલ્પના કરી જુઓ. વસુ રાજાનું ઉદાહરણ :
સત્યવાદી તરીકે નામાંકિત થયેલે રાજા વસુ, એક પ્રસંગ ગમાં અસત્ય છે અને નરકે ગયો. અસત્ય બલવાની એની ઈચ્છા પણ નહિ હતી, પરંતુ ગુરૂપત્નીના ઉપધથી જ તેને અસત્ય બોલવાને નિર્ણય કરે પડ્યો હતે; છતાં પણ, અસત્ય બોલતાંની સાથે જ, સિંહાસન ઉપરથી તે પટકાર્યો અને મરીને ઘેર નરકમાં ગયે; એટલે, પાપમાં, મેં અમુક માટે કર્યું હતું—એ બચાવ ચાલી શકતા નથી. - વસુ, એ અભિચન્દ્ર નામના રાજાને પુત્ર હતે. અભિચન્દ્ર રાજાએ તેને વિદ્યાભ્યાસને માટે શ્રી હીરકદમ્બક નામના એક પાઠકને સુપ્રત કર્યો હતે.
એ શ્રી ફીરકદમ્બક નામના પાઠકની પાસે, ત્રણ વિદ્યાર્થિઓ સાથે અભ્યાસ કરતા હતા. એ ત્રણમાં એક હતું- . પર્વતક નામને એ પાઠકને પિતાને પુત્ર, બીજે હત-આ વસુ નામને રાજપુત્ર અને ત્રીજે હિતે-નારદ નામને વિદ્યાર્થી.
આ ત્રણેય વિદ્યાર્થિઓ, એક વાર રાતના, ઘરની છત ઉપર પાઠ કરતા કરતા થાકીને ઉંધી ગયા હતા. એવામાં, ત્યાં થઈને બે ચારણ શ્રમણે આકાશમાગે પસાર થતા હતા. એ ચારણ શ્રમણોએ આ ત્રણ વિદ્યાર્થિઓને જેયા, એટલે તેઓ વચ્ચે એવી વાત થઈ કે-“આ ત્રણ વિદ્યાર્થિઓ એક જ પાઠકની પાસે સાથે જ ભણે છે, છતાં પણ આ ત્રણ વિદ્યાર્થિઓમાંથી બે વિદ્યાર્થિઓ નરકમાં જશે અને એક