________________
૧૮૭
બીજો ભાગ વિદ્યાથી સ્વર્ગમાં જશે.”
પર્વતક, વસુ અને નારદ-એ ત્રણ તે ઉંઘી ગયા હતા એટલે એ ત્રણમાંના એકે પણ, ચારણ શ્રમણે વચ્ચે થયેલી એ વાતને સાંભળી નહિ; પરંતુ, એ વખતે શ્રી ક્ષીરકદમ્બક પાઠક જાગતા હતા, એટલે ચારણ શ્રમણે વચ્ચે થયેલી વાત તેમના કાને પડી ગઈ. એ વાત કાને પડતાંની સાથે જ, શ્રી ક્ષીરકદમ્બક પાઠક એકદમ ખિન્ન થઈ ગયા. તેમને એવું લાગી આવ્યું કે મારા જે ભણાવનાર હોવા છતાં પણ મારા બે શિષ્ય નરકમાં જશે? બહુ ગજબ કહેવાય !”
વિદ્યાર્થિઓ દુર્ગતિમાં જાય નહિ અને દુર્ગતિમાં જાય તે એથી ખેદ થાય, આવી મનોદશા પાકની હોય ખરી? ભણાવનાર, વિદ્યાર્થિઓની આવી ચિન્તા કરે ? આજના વાતાવરણમાં, આ વાત, એકદમ ગળે ઉતરે એવી છે ખરી? આર્ય દેશમાં તે આ વસ્તુ અસંભવિત નહિ, પણ સુસંભવિત ગણાય. વિદ્યા તે આપવી, કે જે વિદ્યાને પામવાના વેગે, વિદ્યાને પામેલે દુર્ગતિમાં જાય નહિ અને સદ્ગતિને પામે; તેમ જ એ વિદ્યા એવી રીતિએ આપવી, કે જેથી એ વિદ્યા વિદ્યાર્થિમાં સારા રૂપે પરિણામ પામે,આ આર્ય દેશના પૂર્વ કાલીન પાઠકને આગ્રહ રહેતો. પોતાની પાસે ભણેલે દુર્ગતિમાં જાય નહિ, એ આર્ય દેશના એ પાઠકેને વિશ્વાસ હતે. પિતાને વિદ્યાથી દુર્ગતિગામી નીવડે, તે એને આર્ય દેશના પાઠકે સહી શક્તા નહિ. પિતાને વિદ્યાથી દુર્ગતિગામી બને નહિ, એની આયે દેશના પાઠકને ચિન્તા હતી, એટલે પિતાની નિશ્રામાં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થિઓને એ પાઠકે એવી રીતિએ ભણાવતા, કે જેથી એ વિદ્યાર્થિઓનું