________________
૧૮૩
બીજે ભાગ
એટલે, દેષની પણ દોષ રૂપે ગમ નથી, એમ નક્કી થયું ને? અઢાર પાપસ્થાનકેમાં પાંચમે પરિગ્રહ” એવું તમે કેટલીક વાર બોલ્યા હશે અથવા તે એવું તમે કેટલીક વાર સાંભળ્યું હશે ? ધન, એ પરિગ્રહ છે કે નહિ?
સત્ર ધન એ પરિગ્રહ છે, પણ અમારે એના વિના ચાલતું નથી ને?
તમને જેના વિના ચાલે નહિ, તેને પાપ ન કહેવાય, એવી વ્યાખ્યા ક્યાંથી લઈ આવ્યા? ધન વિના ચાલતું નથી, કારણ કે–તમે સાધુ બન્યા નથી. ગૃહસ્થપણે રહ્યા છે, માટે ધનની જરૂર લાગે છે ને ? તે ગૃહસ્થપણું જ તજવાયેગ્ય છે, એમ કેમ થયું નહિ? “ધન વિના ચાલતું નથી, માટે ધન કમાવું એ પાપ નથી—એ વિચાર સુઝો, પણ–“ગૃહસ્થ રહ્યો છું માટે ધન કમાવાની અગર ધન રાખવાની જરૂર પડે છે, માટે ગૃહસ્થપણું જ પાપનું કારણ છે–એ વિચાર કેમ સુઝયો નહિ? પરિગ્રહ, એ પાંચમું પાપસ્થાનક છે, અમ શાત્રે કહ્યું છે અને એથી પણ જે એ વચન ઉપર તમને શ્રદ્ધા હોત, તે તમને એમ થાત ને કે-ધનાર્જનની રૂચિ, એ પણ પાપરૂચિ છે? આપણુ વાત તે અભિપ્રાયભેદની છે. ધન કમાવાને નીકળેલામાં પણ અભિપ્રાયભેદ હોય ને ધન કમાવું છે, પણ ધનની કમાણી કરવાને માટે અનીતિ તે કરવી જ નથી, એવી વૃત્તિ જીવમાં હાઈ શકે છે ને? તમે ગૃહસ્થ છે, માટે તમારે ધન મેળવવું પણ પડે છે અને ધન સંઘરવું પણ પડે છે, પણ ધનને મેળવતાં અને ધનને સાચવતાં, હિંસાદિક ભાવેથી બચવાની કાળજી ખરી કે નહિ? કૃષ્ણ વેશ્યા, નેલ લેશ્યા અને કાપત લેશ્યા –એ ત્રણ લેશ્યાઓને નરકના આયુષ્યના આશ્ર પૈકી ગણાવેલ છે, કારણ કે આ ત્રણ સિવાયની લેશ્યાઓમાં વતનારે