________________
ખીજો ભાગ
૧૬૯
અધ પડી શકે છે, એટલે નરકના આશ્રવા તરીકે કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યા પણ ગણાય છે.
લેશ્યા :
સ૦ લેફ્સા કાને કહેવાય ?
લેશ્યા, એ આત્માના પરિણામને વિષે અસર ઉપજાવનારી વસ્તુ છે. સ્ફટિક કેવા હાય છે? સફેદ દૂધ જેવા. સ્ફટિકના મણકામાં કાળા દોરા નાખ્યા હાય, તા તે મણકા
દર કાળા રંગવાળા છે-એવું લાગે છે ને? વસ્તુતઃ સ્ફટિ ના મણકામાં કાળાશ નથી, પણ જેવા રંગના દ્વારામાં તે મણકા પરાવાય, તેવા તેના રંગ દેખાય. એવી જ રીતિએ, આાત્માના પરિણામ તે સ્ફટિક જેવા છે, પણ કૃષ્ણાદિક દ્રવ્યોના સચાગથી, આત્માને પિરણામ પણ તેવા રૂપને પામે છે. વિવેકી અને સમજશક્તિવાળા માણસ, પોતાના પરિણામ કેવા છે–તેની કલ્પના કરવા દ્વારા, પોતે તે સમયે કેવી લેશ્યાવાળા છે, તેની કલ્પના કરી શકે છે. કયી લેશ્યાની હાજરીમાં જીવામાં કેવા પ્રકારના પરિણામ હોય છે–તેને સમજાવવાને માટે, જ્ઞાનિઓએ જમ્મૂવૃક્ષાદિકનાં ઉદાહરણા વર્ણવેલ છે, જે તમે સાંભળશે, એટલે લેશ્યા એ સંબંધી કયી કયી લેફ્સાની હાજરીમાં જીવ કેવા કેવા અભિપ્રાયવાળા અને છે, તે તમને સમજાશે. લેસ્યાએ છ પ્રકારની હોય છે. કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપેાત લેશ્યા, તેજો વેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા. આ છલેશ્યાએના વેણુ, ગંધ, રસ અને સ્પર્શકિ વિષે પણ ઉપકારઓએ વિસ્તારથી વર્ણન કરેલું છે. આપણે તે, અહી માત્ર એ જોવું છે કે-કી લેસ્સા વતી હાય, ત્યારે આત્મા કેવા અભિપ્રાયવાળા