________________
૧૬૪
ચાર ગતિનાં કારણે પ્રમાણિકપણાના જ્ઞાન અને શ્રદ્ધાન વડે, સહજમાં ટાળી શકે છે. સૂક્ષ્માથે આદિના સંબંધમાં તેઓના અંતરમાં જ્યારે જ્યારે સંશય પેદા થવા પામે, ત્યારે ત્યારે તેઓ
" तमेव सच्चं किस्सकं जं जिणेहिं पवेइयं "
-ઈત્યાદિ આગમવચનને યાદ કરીને, પિતાના તે સંશયને સહેલાઈથી નિવારી શકે છે.
તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેએ પ્રરૂપેલું છે ?
–આ અને આવા ભાવનાં બીજાં પણ વાક્યોને યાદ કરીને, ભગવાન શ્રી જિનેશ્વરદેવેના વચનના પ્રામાણ્યને હૈયામાં આગળ કરાય, તે સૂમાર્થ આદિના સંબંધમાં પ્રાયઃ સંશય ઉત્પન્ન થવા પામે નહિ; અને કદાચ ઉત્પન્ન થવા પામે, તે ય ઉત્પન્ન થવા પામેલે તે સંશય ટકી શકે શી રીતિએ? કઈ પણ બાબત હોય, તે સમજાય નહિ અને સંશય પેદા થઈ જાય, તે એના નિવારણને સૌથી સારામાં સારે ઉપાય એ જ છે કે ભગવાનના વચનની પ્રમાણિકતાને યાદ કરવી.” ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ જે કાંઈ કહ્યું છે, તે સાચું જ છે એમ મનમાં આવ્યું, એટલે એ તારકનું કઈ વચન ન સમજાતું હોય ને સંશય પેદા થયે હોય, તે ય એમ થાય કે-“મારૂં જ્ઞાન કેટલું? મારી બુદ્ધિ કેટલી? હું તે છઘસ્થ છું; મને ન પણ સમજાય; પણ આ વચન ભાગવાન શ્રી જિનેશ્વરદેવેએ કહેલું છે, માટે આ વચન તે યથાર્થ જ છે, જે કઈ આત્માઓએ સંશય આદિથી બચવું હોય અને માર્ગમાં સુસ્થિર રહેવું હોય, તેઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેના વચનની પ્રમાણિકતાને અંગેની વાતનું તે એવું રટણ