________________
બીજો ભાગ
૧૬૩
જાય, એને સાંશયિક મિથ્યાત્વ કહેવાય છે. જેમ કે–“સઘળાં ય દર્શને પ્રમાણ રૂપ છે કે અમુક અમુક દર્શને પ્રમાણ રૂપ છે?”—એ પ્રકારને સંશય; અથવા તે, “ ભગવાનનું આ વચન પ્રમાણુ રૂપ છે કે નહિ?”—એ પ્રકારને સંશય, એ સાંશયિક મિથ્યાત્વ છે. આમ તે, સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ, કેઈ કોઈ વાર, ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલા સૂક્ષ્મ અર્થોના વિષયમાં સંશય પિદા થઈ જાય, તે તે અશક્ય નથી; અને એટલા માત્રથી જ સમ્યક્ત્વ ચાલ્યું જાય છે–એમ પણું નથી. જ્ઞાનાવરણીય કર્મને તેવા પ્રકારને ક્ષયે પશમ ન હાય, એટલે સૂક્ષ્માર્થ સમજાય નહિ અગર તે કેટલીક વાતે એવી જ છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવ પ્રત્યેની શ્રદ્ધા દ્વારા જ માનવી પડે, એટલે કેઈ વાર સમ્યગ્દષ્ટિ જીવને પણું સંશય પેદા થઈ જાય, તે એમાં નવાઈ પામવા જેવું નથી; પરન્તુ એટલે સંશયેય સમ્યગ્દષ્ટિ આત્માઓમાં પેદા થવા પામે, તે એનું કારણ શું હોઈ શકે ? એનું કારણ એ છે કે જ્યાં સુધી જીવ મિથ્યાત્વમેહનીયની સાતેય પ્રકૃતિઓને સર્વથા ક્ષીણ કરી નાખતો નથી, ત્યાં સુધી જીવને ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટતું નથી; જે જીવેમાં સમ્યકત્વ પ્રગટયું હોય છે, પણ તે જે ક્ષાયિક પ્રકારનું હોતું નથી, તે તે જીવેને મિથ્યાત્વમેહનીયને પ્રદેશદય ચાલુ હોય છે, જે સમ્યગ્દષ્ટિ આત્માઓને મિથ્યાત્વમેહનીયને પ્રદેશદય ચાલુ હોય છે, તે સમ્યગ્દષ્ટિ આત્માઓ, સર્વવિરતિ ગુણસ્થાનકને પામેલા સાધુઓ હોય તે પણ, તેમને કઈ વાર સૂકમાર્થના વિષયમાં સંશય પેદા થઈ જ, એ શક્ય છે; પરન્તુ, એ આત્માઓ પિતાના તે સંશયને, ભગવાન શ્રી જિનેશ્વરના વચનના