________________
૧૬૨
ચાર ગતિનાં કારણા
સૂચવવામાં આવે કે–તમે અમુક અર્થમાં અમુક રીતિએ ભૂલ કરા છે અને એ ભૂલ આટલાં આટલાં શાસ્ત્રપ્રમાણોથી સાબીત થાય છે, તે એ બધાં શાસ્રપ્રમાણોને વિચાર્યા વિના હું રહું નહિ અને એમાં જો હું ધારૂ છુ તે અથ ભૂલવાળા જણાય, તા એ ભૂલને સુધારી લેતાં મને તે ઘણેા જ આન થાય. કદાચ એમણે સૂચવેલ શાસ્રપ્રમાણોને વિચારતાં મને ભૂલ જણાય નહિ, તે હું તેમને તે વિષે પૂછાવવા જેવું લાગે તે જરૂર પૂછાવું અને તેના ખૂલાસા આવ્યા પછી તે જે રૂબરૂ મળવાનુ` કહે, તા તેમને રૂબરૂ મળવાને માટે પણ જતાં હું અચકાઉં નહિ.
સ॰ વચલા રસ્તે ન નીકળી શકે ?
વચલા રસ્તા, એટલે બધા પોતપોતાની બુદ્ધિમાં આવેલા અને પેાતાના જ વર્તનથી ખાટા સાબીત કરી આપે ? આ તે બહુ ભયંકર જ કહેવાય. શાસ્રથી અબાધિત અને નિણૅય કરવાને માટે જરૂરી જહેમત કરવાને બદલે, શાસ્ત્રની વાતને ખાટી ઠરાવે એવા વચલો રસ્તો કાઢવાનું મન થાય, તે એમાં શાસ્ત્ર પ્રત્યે કેવી બુદ્ધિ છે, એ પણ એક વિચારવા જેવી વાત છે.
સાંયિક મિથ્યાત્વ કોને કહેવાય અને તેનાથી બચવાના ઉપાય કર્યા ?
ચેાથું મિથ્યાત્વ સાંશયિક નામનું છે. શ્રી જિનાગમે એ વર્ણવેલા `તત્ત્વાના સ્વરૂપ સંબધી સંશય અને તે સંશય પણ એવા પ્રકારના, કે જે સંશયના ચેાગે ભગવાન શ્રી જિનેશ્વરદેવાના વચનની પ્રમાણિકતા સંબંધી સંશય પેદા થઈ