________________
૧૫ર
ચાર ગતિનાં કારણે અને અજીવ–એ બે રાશિ જ છે” એવા પક્ષનું સ્થાપન કર્યું !
શું થયું આ? જીતની લાલસામાં, પિતાની માન્યતાને વેગળી મૂકી દીધી! કેવળ જીતની લાલસાથી જ વાદમાં ઉતરનારા શું કરે અને શું ન કરે, એ કહેવાય નહિ પણ અહીં તે, રેહગુપ્તય એથી ભયંકર ભૂલ કરી છે અને તે કેવળ વાદમાં જીતવાને માટે જ !
પરિવ્રાજકે બે રાશિનું સ્થાપન કર્યું, એટલે રેહગુપ્ત સમજી તે ગયે કે-આ ધૂર્ત, મને માન્ય સિદ્ધાન્તનું સ્થાપન કરીને, મારે માટે મુંઝવણ ઉભી કરી દીધી.” પણ એ વિચાર કરે છે કે-“હવે મારે કરવું શું? જે હું પણ કહ્યું કે-રાશિ બે જ છે, તે લેકે એમ જ સમજશે કે–મેં પણ આ પરિવાચકના મતને સ્વીકાર કર્યો.” આ વિચાર કરીને, રોહગુપ્ત નિર્ણય કર્યો કે–અત્યારે તે માટે આ પરિવ્રાજકે જે પક્ષનું સ્થાપન કર્યું છે, તે પક્ષનું ઉત્થાપન જ કરવું જોઈએ.” આ નિર્ણય કરીને, ગુપ્ત, જગતમાં જીવ અને અજીવએવી બે જ રાશિ નથી, પણ જીવ, અજીવ અને નજીવ–એમ ત્રણ રાશિ છે, એવા મતનું પ્રતિપાદન કર્યું!
શાથી આવા અસત્ય સિદ્ધાન્તનું સ્થાપન કરવાનો પ્રસંગ આવી લાગે? રેહગુપ્ત જે પહેલેથી એને કહ્યું હતું કે
હું જન સિદ્ધાન્તને માનું છું અને તું એ સિદ્ધાન્તને માનતે નથી; માટે, તું જે સિદ્ધાન્તને માન છે તે સિદ્ધાનનું તું સ્થાપન કર. એટલે, તે સ્થાપિત કરેલ સિદ્ધાન્ત કેમ તથા કે બેટે છે અને શ્રી જૈન સિદ્ધાન્ત કેમ તથા કે સાચે છે, તે હું સ્થાપન કરીશ.” તે શું થાત? એણે જે આવું કહ્યું હતું, તે પરિવ્રાજકે બે રાશિનું સ્થાપન