________________
બીજો ભાગ
૧૫૧
ચેલાને, શાસનની અપભ્રાજના થવા પામે નહિ અને જન મુનિનું રક્ષણ થાય-એ હેતુથી, સાત વિદ્યાઓ પણ આપી અને રજોહરણ પણ મંત્રીને આપે. ભગવાનનું શાસન, એ મહાપુરૂષોના હૈયે કેવું અને કેટલું વસેલું હતું, તે આવા પ્રસંગથી પણ જાણી શકાય.
રેહગુપ્ત મુનિ, ગુરૂમહારાજે આપેલી સાત વિદ્યાઓને અને મંત્રીને આપેલા રજોહરણને ગ્રહણ કરીને, રાજસભામાં ગયા. પિટ્ટશાલ પરિવ્રાજક પણ ત્યાં આવી પહોંચે હતે. ત્યાં રહગુપ્ત મુનિએ કહ્યું કે-આ પરિવ્રાજક મિથ્યા પંડિતાઈને ઘમંડ કરે છે, માટે તે જ પહેલે વાદ કરે. એટલે કે-“એને જે વાતનું ખંડન કરવું હોય તે વાતનું તે ભલે મંડન કરે, હું તેની વાતનું ખંડન કરીશ.'
પરિવ્રાજકમાં અકકલ નહોતી એમ નહિ, પણ એના ઘમડે એની અક્કલને આવરી લીધી હતી. અહીં એનામાં ભય પેદા થયો કે “કદાચ હું હારીશ, કેમ કે-જૈનેમાં પંડિતાઈ પણ જબરી હોય છે.” આ વિચાર આવ્યું, એટલે એ પૂરતે પણ ઘમંડ ઉતર્યો તે ખરે ને ? એને જનની પંડિતાઈને ડર લાગે, એટલે એણે વિચાર કર્યો કે- આણે, હું જે પક્ષનું ખંડન કરૂં, તે પક્ષનું ખંડન કરવાનું માથે લીધું છે અને જેને માનું છું, તે પક્ષનું જે હું મંડન કરૂં, તે આ મને હરાવી દે, માટે, જે સિદ્ધાન્તને આ માને છે, તે જેન સિદ્ધાન્તને અનુસરીને જ હું મારે પક્ષ સ્થાપન કરૂં, એટલે આ જૈન સિદ્ધાન્તનું ખંડન કરી શકશે નહિ અને મારી જીત થઈ જશે.”
આ વિચાર કરીને, એ પરિવ્રાજકે “જગતમાં જીવ