________________
૧૫૦
ચાર ગતિનાં કારણેા
ય નહાતી અને નફ્ફટાઈ પણ નહાતી, જ્યારે પેલા પરિત્રાજકમાં તા, અપ્રમાણિકતા પણ હતી અને નફફટાઇ પણ હતી. હારવા છતાં પણ હાર કબૂલ કરવાની તૈયારી નહિ અને ઉપરથી ઉપદ્રવ કરવાની તૈયારી, એ જેવી તેવી અપ્રમાણિકતા અને નફ્ફટાઇ છે ? પરિવ્રાજક યારે વાઢમાં ટકી શકયો નથી, ત્યારે તેણે રાહગુપ્તને પરાજિત કરવાને માટે વીંછી આદિના ઉપદ્રવ કર્યો છે. બીજી વાત એ છે કે-જેમ શ્રી સિદ્ધસેને આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાની પાસે, તેઓશ્રીની સાથે વાદ કરવાની માગણી કરી હતી, તેમ એ પરિવ્રાજકે પણ જો શ્રીગુપ્ત નામના એ આચાર્ય ભગવાનની પાસે વાદ્યની માગણી કરી હોત, તે એ આચાર્ય ભગવાન, શ્રી જૈન સિદ્ધાન્તની લઘુતા ન થાય, એ માટે જરૂર લાગત તેા એવા પણ વાદિની સાથે વાદમાં ઉતરત. ‘ વાદી અપ્રમાણિકતા અને નફ્ફટાઈ આચરે એવા છે. ’-એવું જાણવા છતાં ય, સિદ્ધાન્તની લઘુતા ન થાય—એ વગેરે કારણે એવાની જોડેય મહાપુરૂષોને વાદમાં ઉતરવું પડે, એ શકય છે. આપણે જોઈ આવ્યા કે-જે આચાય મહારાજ એ પરિવ્રાજકની સાથે વાદમાં ઉતરવાને ઈચ્છતા નહાતા અને રોહગુપ્ત મુનિ પણ એની સાથે વાદમાં ઉતરે તે સારૂ નહિ–એમ માનતા હતા; તે જ આચાર્ય મહારાજે, જ્યારે જોયું કે–‘ આ રાહગુપ્ત મુનિ વાદ કરવાને માટે ગયા વિના રહેવાને નથી અને વાદ કરવા જશે તેા પેલેા ઉપદ્રવ કર્યા વિના રહેવાના નથી; વળી, એ ઉપદ્રવમાં આ ટકી શકશે નહિ અને
આ જે એ ઉપદ્રવમાં નિહ ટકી શકે, તેા પિરણામે શ્રી જૈન શાસનની અપભ્રાજના થશે.’–ત્યારે એમણે શું કર્યુ”? પોતાને ગેરવ્યાજબી લાગે છે—એવું પણ કૃત્ય કરવાને તૈયાર થઈ ગયેલા