________________
૧૪૮
ચાર ગતિનાં કારણે ળતાં ખૂશ ખુશ થઈ ગયા. અને, બધા ગોવાળીયાઓએ કહી દીધું કે-“આમને જ, એટલે કે આ આચાર્યભગવાનને જ, સુન્દર અને અમૃત જેવું મીઠું બોલતાં આવડે છે.” - જ્યાં ગોવાળીયાઓએ આ પ્રમાણે કહ્યું, એટલે એક ક્ષણને પણ વિલંબ કર્યા વગર, અથવા તો “આ ગોવાળીચાઓ કેવા અજ્ઞાન છે”—એ વગેરે પ્રકારને વિચાર પણ કર્યા વગર, શ્રી સિદ્ધસેન, આચાર્યભગવાનનાં ચરણને વળગી પડયા અને શ્રી સિદ્ધસેન આચાર્યભગવાનને કહ્યું કે- આપણી વચ્ચેના વાદમાં આપે મને પરાજિત કર્યો છે, એટલે અત્યારથી જ હું આપને શિષ્ય બની ગયેલ છું, માટે આપ મને દીક્ષા આપ !”
આવા અવસરે પણ, શ્રી વૃદ્ધ વાદી સૂરિજી મહારાજા શું કહે છે, તે જાણવા જેવું છે. આચાર્ય ભગવાન કહે છે કેઆપણે ભરૂચ નગરમાં જઈએ અને ત્યાં જઈને રાજાની સમક્ષ વાદ કરીએ! ભલે આપણી વાદલલાને વિચક્ષણ જને જુએ !”
આ પછીની વાતમાં, એમ પણ કહેવાય છે કે તે પછી તેઓ બન્ને ભરૂચ નગરમાં ગયા, ત્યાં રાજસભામાં રાજા સમક્ષ બનેએ વાદ કર્યો અને ત્યાં પણ શ્રી વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાએ વાદમાં શ્રી સિદ્ધસેનને પરાસ્ત કર્યા અને તે પછી શ્રી સિદ્ધસેનને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા, જ્યારે, એમ પણ કહેવાય છે કે સૂરજી મહારાજાએ રાજસભામાં જઈને પુનઃ વાદ કરવાનું કહેતાં, શ્રી સિદ્ધસેને “હવે તેમ કરવાની જરૂર નથી—એ જવાબ આપીને, પિતાને દીક્ષિત કરવાની વિનંતિ ચાલુ રાખી અને એથી સૂરિજી મહારાજાએ શ્રી સિદ્ધસેનને