________________
બીજો ભાગ
૧૩૧
ગમાં ખામી ન હોય, વિષયસુખ પ્રત્યે સુગ હોય, ત્યાગ સાથે તપનું આચરણ ઘણું હેય, તે છતાં પણ એને જે પિતાના જ્ઞાનને ઘમંડ આવી જાય, તે જ્ઞાની, ત્યાગી ને તપસ્વી એવા પણ સમ્યગ્દષ્ટિનું પતન સુલભ બની જાય છે. ઊલટે. અર્થ કર્યો અને એમાં હુકાર ભળે, તે પતન પામવું એ એ સહેલું છે અને હંકારથી બચવાથી પતન પમાય નહિ, એ ય સ્વાભાવિક છે. શ્રી સિદ્ધસેન દિવાકર અને શ્રી જિનભદ્ર ગણિવર વચ્ચે મોટે અર્થભેદ હતું, એ તે તમે સાંભળ્યું હશે; પરતુ, એ મહાપુરૂષોએ પિતે માનેલા અર્થનું પ્રતિપાદન કરવામાં જરા ય પક્ષપાતને આવવા દીધો નથી. પોતે કરેલા અર્થના સમર્થનમાં જેટલી જેટલી વાતે એ મહાપુરૂષાએ મૂકી છે, તે શ્રી જિનાગમને અનુસરીને મૂકી છે. એ મહાપુરૂષોએ કહ્યું કે-શ્રી જિનાગમનાં આટલાં આટલાં વચનેથી અમને આ વાત આમ વ્યાજબી લાગે છે. એ મહાપુરૂષોએ કરેલું પ્રતિપાદન વાંચીએ, તે એમાં અંગત મમત્વની ગંધ સરખી પણ નથી, એમ લાગે. હૈયાના એ એટલા બધા પ્રમાણિક કે–આ અર્થ અમને એટલા માટે સાચે લાગે છે કે–ભગવાને આને અર્થ આ જ કહ્યો છે, એમ અમને લાગે છે, એમ એ કહેતા. પિતાના કરેલા અર્થને વિષે, એ ઉપકારિઓના હૈયામાં, પિતાના અર્થ તરીકેનું મમત્વ નહિ હતું. પિતાના કરેલા અર્થની સામે આવતાં આગમનાં પ્રમાણેને ઓળવવાને, એ ઉપકારિઓએ પ્રયત્ન કર્યો નથી, પણ અન્ય પ્રમાણેથી પિતે કલે અર્થ કેવા પ્રકારે સંગત થાય છે અને કેવા પ્રકારે અસંગત થતું નથી, તે દર્શાવવાને પ્રયત્ન કર્યો છે. આથી જ, એ ઉપકારિઓને માટે