________________
૧૩૦
ચાર ગતિનાં કારણે ખપાવી શકું! સાચે ત્યાં સુધી, કે જ્યાં સુધી હું ભગવાને જે અર્થ કહ્યું છે, તે અર્થને માનું અને કહું. મારું સાચા પણું ભગવાનને આશ્રિત છે. ભગવાને કહ્યું છે તે જ સાચું છે અને જ્યાં સુધી એ તારકે કહેલું હું કહું ત્યાં સુધી જ હું સાચે છું, એટલે એ તારકે કહેલા અર્થથી ઊલટે અર્થ અનુપગથી પણ મારાથી થઈ ગયું હોય, તો તે મારે સુધારી લેવું જોઈએ. જેનામાં આવી વિચારણું હોય, તે અન્ય શાસ્ત્રવેદિઓની વાતને કેવા પ્રેમથી સાંભળે? અન્ય શાસ્ત્રવેદિઓ એમ કહેતા હોય કે- તમે કરેલ અર્થ છે છે” તે તે વખતે એને એમ ન થાય કે-“મારી ભૂલ કાઢનારા તમે કોણ?” એ તે, એવા શાસ્ત્રવેદિઓના કથનને પ્રેમથી સાંભળે અને એને સભ્યપણે વિચારે. એ વિચારણામાં પિતાના અર્થનું મમત્વ પિતાને ઊલટી દિશાએ દેરી જાય નહિ, તેની કાળજી રાખે. આટલી સાવચેતી હોય, તે શાસ્ત્રની કઈ વાતને ઊલટે અર્થ થઈ જાય તે ય તે સમ્યકત્વને વમી જાય નહિ. જ્યાં એ મને વૃત્તિ આવે કે-“આ અર્થ મેં કરેલો છે માટે જ સાચે છે ત્યાં સમ્યકત્વ ટકી શકે નહિ. માણસને જ્યારે પિતાની વાતને ચડસ થઈ જાય છે, ત્યારે તે કેટકેટલા અનર્થોને જન્માવે છે, તે કહી શકાય નહિ. પછી તે, જેટલી હુંશીયારી ને જેટલી લાગવગ, એ બધાને ઉપગ એ પિતે ડૂબવામાં અને બીજા વિશ્વાસુઓને ડૂબાવવામાં જ કરે. પ્રતિપાદનમાં પક્ષપાત નહિ?
આ મિથ્યાત્વની વાત પણ એમ સૂચવે છે કે સમ્યગ્દષ્ટિ આત્માઓએ, કષાયથી પૂબ જ ચેતતા રહેવું જોઈએ. વિરા