________________
૧૨૮
ચાર ગતિનાં કારણે બીજાઓને સમજાવવામાં દક્ષ અને સમ્યગ્દષ્ટિ તે ખરે જ; આવાઓને પણ, શ્રી જૈન શાસ્ત્રની કઈ પણ બાબતમાં, શ્રી જૈન શાસ્ત્રના અર્થથી ઊલટા અર્થને પિતાના ચડસથી આગ્રહ થઈ જાય, તે તે આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. આભિનિવેશિક મિથ્યાત્વ થાય, તો તે સમ્યગ્દષ્ટિ આત્માએને જ થાય. સમ્યગ્દર્શનને પામીને તત્વના સ્વરૂપને સારી રીતિએ જાણનારા બનેલા હોય, એવાઓને પણ શ્રી જિનપ્રણીત શાસ્ત્રની વાત ઊલટા રૂપે પકડાઈ જાય-એ શક્ય છે. શાસ્ત્રની વાતને ઊલટો અર્થ થઈ જાય, અને પછી તે ચડસના માર્યા પકડાઈ જાય, એટલે દશા એવી થાય કે બીજાઓ, જેઓ શાસ્ત્રોના અર્થને જાણતા હોય, તેઓ સમજાવે કે-- “તમે જે અર્થ કરે છે તે ખોટો છે” તે ય આ ચડસને મા એમ જ કહે કે–“નહિ, હું કહું છું તે અર્થ જ સાચે છે.” શાના સાચા અર્થને જાણનારા સમજાવે કે- પણ આટલી આટલી રીતિએ તમે કરેલે આ અર્થ ખોટો છે? –તે ય તે પોતે કરેલા અર્થને સાચે ઠરાવવાને માટે, એની સામે જે પ્રમાણે ધરવામાં આવ્યાં હોય, તેને પણ ઊલટે અને અસંગત અર્થ કરે. આવાએ પોતાના સમ્યકત્વને ખાઈ બેસે અને મિથ્યાત્વના ઉદયવાળા બની જાય, આ પ્રકારના મિથ્યાત્વને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. અનુપયોગથી ઊલટો અર્થ થઈ જાય તે ય મિથ્યાત્વથી બચી
શકાય તેમ છે: સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ, શ્રી ભગવપ્રણત શાસ્ત્રની વાતમાં, ઊલટા અર્થની શ્રદ્ધા થઈ જાય એ શક્ય છે. સમ્ય