________________
બીજો ભાગ
૧૨૭ હતા, અને એથી એમનાં વચનામાં અન્ય નયેની અપેક્ષાના ગ્રહણને સૂચવતું ચાત પદ સાક્ષાત્ ન પણ હોય, તે પણ તે પદ છે જ—એમ માનીને, એ ઉપકારિઓનાં વચનનું સ્વરૂપ સમજવું અને વર્ણવવું જોઈએ. “શ્રી જૈન શાસ્ત્રોનાં બધાં વાક્ય મિથ્યાત્વી છે–એમ કહેવું, એને અર્થ એ છે કેશ્રી જૈન શાસ્ત્ર એ મિથ્યાત્વી વાક્યોના સમૂહ રૂપ છે. આવું બેલીને શ્રી જૈન શાસ્ત્રોની આશાતના કરવાને હેતુ ન હોય તે પણ, આવું બેલવાથી શ્રી જૈન શાસ્ત્રોની ભયંકર કેન્ટિની આશાતના તે થાય જ છે. એમાં ય, ખ્યાલફેરને અંગે આવું એલાઈ ગયા પછી, જે એને એવું બોલનારને આગ્રહ થઈ જાય છે, તે તે આભિનિવેશિક મિથ્યાત્વના સ્વામી બની જાય છે. આભિનિવેશિક મિથ્યાત્વઃ - હવે આપણે આભિનિવેશિક મિથ્યાત્વને અને થોડુંક
જોઈએ. આભિનિવેશિક મિથ્યાત્વ, એ મોટા માણસોને માટેનું મિથ્યાત્વ છે, એમ કહીએ તે ચાલે. પૈસાદાર માણસ, વિષચિને અતિશય રાગી બનીને, કુલટા સ્ત્રીમાં એવા આસક્ત મનવાળો થઈ જાય કે-બધાને છેડે પણ એને છેડે નહિ અને ગમે તેવા ડાહ્યા માણસ સમજાવે કે-આ કુલટા સ્ત્રી છે અને તને એણે ભરમાવી દીધું છે, તે પણ એના રાગમાં એ એ આંધળે બનેલ હોય કે–એવું કહેનાર ડાહ્યાઓને એ ગાંડા માને અને કુલટાને જ સતી માનીને એના માટે ફના થઈ જાય; એના જેવું કામ આભિનિવેશિક મિથ્યાત્વનું છે. ભણેલા-ગણેલા, સમજી શકે ને સમજાવી શકે એવા, સૂક્ષમ બુદ્ધિથી સમજાય તેવી વાતને પણ સહેલાઈથી સમજીને