________________
-----
બીજો ભાગ •
૧૨ છે. વળી, સર્વ–ધર્મન્સમભાવની પિતાની માન્યતાને તેઓને એ આગ્રહ હોય છે કે–એથી વિરૂદ્ધની વાતને વિચારવાને, સમજવાને અને સ્વીકારવાને તત્પર બનાવનારી વૃત્તિ જ એમનામાં રહેતી નથી. આજે કેટલાક જેને પણ સર્વ–ધર્મસમભાવની વાત કરવા મંડી પડ્યા છે, પણ જૈન કુલમાં જન્મવા માત્રથી જૈન ગણાતાઓ અને પિતાને મળેલી સામગ્રીની કિંમતને નહિ સમજનારાઓ આવી ભૂલ કરે, તે તેમાં નવાઈ પામવા જેવું નથી, માટે તે કહ્યું કે–તમે તો અજ્ઞાન રહ્યા છે, પણ તમારાં સંતાને અજ્ઞાન રહેવા પામે નહિ, એ માટે યોગ્ય કરવાનો વિચાર કરવો જરૂરી છે! સર્વ નો પિતાપિતાને સ્થાને સાચા છે :
સામાન્ય રીતિએ ઈતર દર્શને એક એક નયને પકડીને ચાલનારાં છે; જ્યારે, શ્રી જૈન દર્શનમાં સર્વ અને પિતપતાના સ્થાને માન્ય કરવામાં આવ્યા છે. આથી, કેઈ પણ એક નયના પ્રતિપાદનને મળતું પ્રતિપાદન શ્રી જૈન શાસ્ત્રોમાં મળી આવે અને તેથી તત્ત્વને નહિ સમજનારાઓને એમ પણ થઈ જાય કે જૈન શાસન બધાં દર્શને સાચાં માને છે. ખરેખર, જેટલાં નયવાદી દર્શને છે, તે જ્યાં સુધી પિતાના મતનું નિરૂપણ કરતાં હોય ત્યાં સુધી, એટલે કે–એક નયનું પ્રતિપાદન કરવા માત્રથી જ, ખોટાં ઠરી જતાં નથી, પણ એક એક નયને પકડીને ચાલનારાં દશને, એટલેથી જ અટકતાં નથી. એ દર્શને, અન્ય નયવાદેને ખોટા ઠરાવીને પિતે સાચા કરવા માગે છે અને ત્યાં જ એ ભૂલ કરે છે. શ્રી જૈન શાસન, એકાન્ત એવા કેઈ પણ પ્રકારના નયવાદને બેટે.