________________
બીજો ભાગ
૧૨૩.
છીએ કે–પિતાના કુલાચારના નામે, આગમની વાતની અવગણના કરનારા નામના જૈનમાં પણ, એ મિથ્યાત્વ હેઈ શકે છે. તત્વનું જ્ઞાન નહિ અને પિતાની માન્યતાને આગ્રહ એ કે સમજાવનાર મળે તે ય એ સમજે નહિ, એ તે એક પ્રકારનું ભયંકર કટિનું મમત્વ છે. અજ્ઞાન સાથે મમત્વ જોરદાર હોય, ત્યારે સત્યને પામવાની સારામાં સારી સામગ્રી પણ, એને માટે કારગત નિવડે નહિ. અનાભિગ્રહિક મિથ્યાત્વવાળામાં અજ્ઞાન ખરૂં, પણ આભિગ્રહિક મિથ્યાત્વવાળામાં પિતાની માન્યતાના આગ્રહનું જે જોર હોય છે, તેવું આમાં કાંઈ નહિ. અજ્ઞાન હોય પણ આગ્રહ ન હોય, એટલે એ જેમ પિતે માનેલા તેના અર્થને સાચે માને, તેમ બીજાઓએ માનેલા તેના અર્થને પણ સાચે માને. કેટલાક લેકે, બધાં દર્શને સાચાં છે–એમ કહે છે. ઘણા માણસે એવા હોય છે કે-એમને જીવાદિ તના વિષયમાં સાચે ખ્યાલ હોય નહિ, છતાં પિતાને કુલપરંપરાથી મળેલા ધર્મને માનતા. હોય; પણ હું જે ધર્મને માનું છું તે જ સાચે છે અને બીજા બધા ખોટા છે-એ એમને આગ્રહ નહિ. એવા પ્રકારને આગ્રહ ન હોય, એવા માણસને કોઈ તક મળી જાય અને તત્ત્વ સમજવાનું મન થઈ જાય, તે તત્વની પ્રાપ્તિ થવી. સુલભ. અણસમજુ ખરા, કારણ કે–ગોળને ને ખેળને સરખા માનવા જેવી મનવૃત્તિના સ્વામી છે; પરંતુ આગ્રહી નથી, એટલે એવાઓને માટે, મિથ્યાત્વથી ખસીને સમ્યકત્વને પામવું, એ સુલભ ગણાય. આજની સર્વ–ધર્મ-સમભાવની વાતે - આજે કેટલાકે સર્વ–ધમ–સમભાવની વાત કરી રહ્યા.