________________
૧૨૨
ચાર ગતિનાં કારણેા
થાય નહિ, તે એ કોણ કરાવે છે ? સારા મહેમાન મળે, શકિત ઘણી હાય, છતાં એને ભાણે રોટલેા કાણુ પીરસાવે ? ધંધાને સબંધ હાય ત્યાં લાપસી પીરસવાનુ ને સાધર્મિકને ભઇડકુ પીરસવાનુ, મન કોણ કરાવે ? મળેલી સામગ્રીની કિમત હાય, તા એમ થાય કે-મારે આંગણે ધમી કયાંથી ?? ઘેર જમાઈ આવે તે વહાલા લાગે કે સાધર્મિક આવે તે વહાલા લાગે ? કદાચ જમાઈ ને સાચવવા પડે, પણ મનમાં તા થાય ને કે–હજી સાધર્મિક ઉપર જેવા જોઈએ તેવા પ્રેમ જાગ્યા નથી. તમે, સ્થિતિ ન હાય તેા સાધર્મિકને ભઇડકુ ખવડાવા, તા ય તે પ્રેમથી ખવડાવા ને ? સધી પ્રત્યે રાગ થયા અને સાધ મિક પ્રત્યે રાગ થયા નહિ, તે ઝટ વિચારો કે–આ રાગ કેમ ન ગયા ને આ રાગ કેમ ન થયે ?” સારા વ્યવહારની સામગ્રી મળી છે, પણ જે એના સદુપયોગ કરે, તેને એ તારે. આઘા હાથમાં હાય, પણ નફફટાઈ કરે તેા ? તા, ડૂબે ને ? તેમ, તમે ય સમજો તા તરી શકે. તમને જૈન કુળ મળ્યું. તેમાં સમ્યકૃત્વને પામવાનાં સાધના સીધાં મળી ગયાં છે. આવા કુળમાં આવીને પણ, જો તમે છેવટે મિથ્યાત્વને અને અનન્તાનુ ધી કષાયાને ય નહિ તજી શકે, તે તમારૂં થશે શું ? માટે, જે સુન્દર સામગ્રી તમને મળી જવા પામી છે, તેની કિંમતને તમે સમજો. આ સામગ્રીની તમને કિંમત સમજાય અને તમે આ સામગ્રીના સદુપયોગ કરી શકે, એ માટે તમે તત્ત્વજ્ઞાન મેળવવાને માટે પ્રયત્નશીલ અનેા.
અનાભિહિક મિથ્યાત્વ ઃ
આભિગ્રહિક મિથ્યાત્વની વાતમાં આપણે જોઈ આવ્યા.