________________
૧૧૮
ચાર ગતિનાં કારણે
કેટલાને છે? આટલું સારું મળ્યું છે, તે ય એને ઓળખવાની ચિન્તા નથી, તે ન મળ્યું હેત તે તમે સુદેવ, સુગુરૂ અને સુધર્મને શોધવા નીકળત ખરા? પુણ્યથી મળ્યું છે, પણ કિંમત નથી: સ૦ અમારું પુણ્ય તે અમને સુદેવ, સુગુરૂ અને સુધમ મળ્યા,
એમ તે લાગે છે. પુણ્ય મળ્યા છે એમ કહેવું અને એને પિછાનવાની દરકારેય નહિ કરવી, તે એવા પુણ્યની તમને કેટલીક કિંમત છે? કટિપતિ માણસ છે, છતાં આંગણે કેઈને ચઢવા દેતે નથી, જે આવે તેનું લે છે પણ કેઈને કાંઈ દેતું નથી, સાચવ સાચવ કર્યા કરે છે, એ કહે કે મારું પુણ્ય છે તે એમાં ના પડાય નહિ, પણ એની દયા તે આવે ને ? એમ થાય ને કે–પુણ્ય તે છે, પણ તે મજુરી કરાવનારૂં ને પાપ બંધાવનારૂં! શેઠને ઘરે જન્મેલો ગાંડે છોકરો, સૌની મશ્કરીનું સાધન બને છે. શેઠ કહે, આગળ બેસાડે, પણ તે શું કરવા? સૌને હસવાનું સાધન ! મળ્યું પુણ્યથી, પણ તેની આપણને કિંમત ન હોય, તે પુણ્ય કેવું ? પાપાનુબંધીને? પુણ્ય લક્ષ્મી મળે, પણ એના
ગે નરકે જાય, તે એની લક્ષ્મીનાં વખાણ થાય? અને, પુણ્ય મળેલી લક્ષમીને જે સદુપયોગ કરે, એને માટે લોક પણ કહે કે-“આવાને લક્ષમી મળી તે ય પ્રમાણ! કેટલાક શ્રીમંતને માટે, લેકમાં એવી નામના હોય છે કે એનું નામ ન લેવું; ઉઠતાં એનું નામ લીધું હોય તે ખાવા ન મળે.” જ્યારે પેલા ભાગ્યશાલિને સૌ સંભારે. એવા શેઠીયાએ પણ છે કે-એ જ્યાં જાય ત્યાં બધે ઘણાઓ એમની સાથે જાય. સાથે જના.