________________
૧૧૬
ચાર ગતિનાં કારણો છે. તમે એવા કુળમાં જન્મ્યા છે કે દેવ તે વીતરાગ હોય, એવું સાંભળવા મળ્યું. અભક્તિથી બીજે નહિ અને ભક્તિથી રીઝે નહિ–એવા દેવ, જન્મથી જ તમને મળી ગયા. ત્યાગી જ ગુરૂ હય, ઘરબારી ગુરૂ હોઈ શકે નહિ, એવું તમને વાતવાતમાં સાંભળવા મળે. ઈચ્છાએ કે અનિચ્છાએ પણ, તમને સંસારના ત્યાગી ગુરૂને વેગ થઈ ગયેલ છે. ધર્મ પણ તમને ત્યાગમય, અહિંસામય મળી ગયો છે. આ બધું શાથી મળી ગયું? તમે જૈન કુળમાં જન્મી ગયા, એથી જ ને? આવું કુળ મહા પુણ્ય મળે ને ? એ પુણ્યને આપણને આનંદ કેટલે? ઈતર કુળમાં જન્મ્ય હેય, તેને ક તે દેવ મળ્યા ન હેય ને મળ્યા હોય તો તે એવા કે-એની પાસે જઈને ય રાગ ષિાય. આપણે ત્યાં કઈ એવું કરે, તે તે ખરાબ કહેવાય. જૈનનું છોકરું ય કહે કે–અમારા દેવ વીતરાગ. આ ઓછું પુણ્ય છે? વળી, આ કુળમાં આચારો પણ કેવા ? જૈન કુળના આચારેને જે માત્ર રૂઢિથી પણ સેવાય, તે ય લાખે પાપથી બચી જવાય. રાત્રે ખાવાનું નહિ, એટલે જે કાળમાં ઉત્પત્તિ વધારે થાય છે, તેવા કાળમાં ચુલે સળગે નહિ. જીવદયા પળાય અને શરીરેય સચવાય. ઈતર કુળોમાં, રોજ રાત્રે પણ ચુલા સળગે ને? રાત્રે ૧૦-૧૨ વાગે એંઠવાડ નીકળે અથવા આખી રાત એંઠવાડ પડ્યો રહે અને એમાં ય છત્પત્તિ થયા કરે. એક રાત્રિભોજન નહિ કરવાના આચારનું પાલન કરવા માત્રથી પણ, કેટલી જીવહિંસાથી બચી શકાય? પણ આજે આ આચાર જૈન કુળમાં રૂઢ છે-એમ કહેવાય એવું તે નથી રહ્યું ને? કુળ જૈનનું છે એમ કહેવાતું રહ્યું, પણ જન કુળને આચાર જીવતે