________________
૧૧૫
બીજો ભાગ લેકે કહે છે કે આપણે સારું છે ઘર છે, પઢી છે, મુડી છે, આવક છે, છેકરા-છોકરીઓ છે, છેકરા પણ હુંશીયાર છે, છોકરાને ઘેર છોકરા છે, આપણને કાંઈ દુઃખ નથી, પણ ધર્મનું સાધન સારૂં છે, એમ કહેનારા કેટલા? જેને રાગ હૈય, તેનું સાધન ગમે અને જેને રાગ ન હોય, તેનું સાધન ગમે નહિ. સુખી માણસને પૂછે કે-કેમ છે? એટલે, એ કહેશે કે–પુણ્યદય સારે છે. કેમ ધન સારૂં છે, કુટુંબ મેટું છે, આબરૂ જામેલી છે અને જ્યાં જઈએ ત્યાં પૂછાઈએ છીએ! પણ એમ થાય છે કે હું જે ગામમાં છું, તે ગામમાં ઘણાં શ્રી જિનમદિરો છે, મારું ઘર છે ત્યાંનજદીકમાંય શ્રી જિનમન્દિર છે, અમારા ગામમાં સાધુઓનું આવાગમન ચાલુ રહે છે, મોટે ભાગે શ્રી જિનવાણીનું શ્રવણ આદિ થાય છે, કુટુંબ એવું સારું મળ્યું છે કે-થોડે ય ચલાવી લે અને હું ધર્મ કરું તે એ બધાને ગમે છે!? આવી રીતિએ ધર્મ સામગ્રીના વેગનું સુખ અનુભવનારા કેટલા ? અથવા, એવી સામગ્રી ન હોય, તે એને અંગે દુઃખ વ્યક્ત કરનારા પણ કેટલા? આમ શાથી બને છે? મિથ્યાત્વને ઉદય શું કામ કરે છે, તે સમજાય છે? બે ય પ્રકારની સામગ્રી પુણ્ય તમને આપી છે, પણ જેના તરફ વધારે ઢાળ, જેના તરફ મનનું ખરેખરૂં ખેંચાણ, એના ઉપરથી આપણને શાની કિંમત છે–તેનું માપ નીકળી શકે. જિન કુળના રૂટ આચાર પણ એવા છે કે બીજાઓને જેને
બહુ સુખી છે-એમ લાગે? તમારું મન જે સંસારથી ઉદ્વિગ્ન બનીને ધર્મ તરફ ખેંચાય, તે તમને લાગે કે-અમને બહુ સારી સામગ્રી મળી